Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) ભાવનગર: જિલ્લામાં અત્યાર સુધી એક પણ પોઝિટિવ કોલેરા કે ચાંદીપુરમ વાયરસનો કેસ નોંધાયો નથી. જિલ્લાના તળાજા પંથકમાં આ વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. સફેદ માખીમાંથી થતા ચાંદીપુરમના શંકાસ્પદ કેસ બાદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. રોગગગ્રસ્ત બાળકીના ગામમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
તાવ, ઝાડા-ઉલ્ટીના કેસોઃ ભાવનગર મહા નગર પાલિકા હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં અગાઉથી ચાંદીપુરા અને કોલેરા પગલે એલર્ટ આપવામાં આવેલું છે. મહા નગર પાલિકામાં 1/6 થી 15/7 વચ્ચે શંકાસ્પદ કેસોમાં તાવના 851, કોલેરા 0, ઝાડા 1329 અને ટાઈફોડના 30 કેસ નોંધાયા છે. મહા નગર પાલિકાના આરોગ્ય અધિકારી આર. કે. સિંહાએ જણાવ્યું હતું કે, આપણે અહીંયા કોલેરા માટે મેડિકલ ઓફિસર સહિત તમામને લાક્ષણોને પગલે ટ્રેનિંગ આપવામાં આવી છે. આ સાથે જે તાવ-ઝાડાના કેસ આવે છે તેના પર પણ અમારી નજર છે. ઘરે ઘરે પણ કામગીરી કરવામાં આવે છે. ભાવનગરમાં હજૂ સુધી એકેય કેસ ચાંદીપુરમ વાયરસનો નોંધાયો નથી.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) શું છે ચાંદીપુરા વાયરસનાના લક્ષણો?: ભાવનગર મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી આર. કે. સિંહાએ જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં ખૂબ તાવ આવે છે. આ બીમારી 14 વર્ષથી નીચેના બાળકોમાં વધુ થાય છે. મોટા હોઈ તો મગજની બીમારી જેને અમારી ભાષામાં કહીએ તો બેભાન અવસ્થામાં થઈ જવી. લોકોને પણ અપીલ છે કે તાવ જેવું બાળકોમાં હોઈ તો તરત તપાસ કરાવે. અમારી ટીમ તૈયાર અહીં છે અને સર્વેલન્સની પણ કામગીરી થઈ રહી છે.
ભાવનગર જિલ્લામાં શંકાસ્પદ કેસઃ ભાવનગર જિલ્લા પંચાયતના ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી કોકિલાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, લગભગ 5 વર્ષની બાળકી છે અને તળાજા તાલુકાના સરતાનપર ગામની છે. ચાંદીપુરાના લક્ષણો પૈકી એક લક્ષણ જોવા મળ્યું છે . ભાવનગરની સર ટી હોસ્પિટલમાં હાલ સારવારમાં છે અને તેને ઓક્સિજનની જરૂર નથી. સરતાનપર ગામમાં તેની આંગણવાડી તેમજ ઘર અને આખા ગામમાં જરૂર પડે સર્વેલન્સ કરવામાં આવશે. જો કે જિલ્લામાં તાવના 15 દિવસમાં 581 ઝાડા-ઉલ્ટીના, તાવના 25 કેસ નોંધાયા છે. સર ટી હોસ્પિટલમાં 1/7 થી 18/7 સુધીમાં તાવના 349, ઝાડા ઉલ્ટીના 63 અને કફના 78 કેસ નોંધાયા છે.
- ચાંદીપુરા વાયરસનો કહેર, રાજકોટમાં વધુ પાંચ દર્દીઓના મોત - Chandipura Virus 2024
- હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરમ વાયરસના નવા 5 શંકાસ્પદ કેસ નોંધાયા, કહેર યથાવત - chandipuram virus 2024