સાબરકાંઠાઃ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નવા 5 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 5 બાળકોના સેમ્પલ પૂના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી સાબરકાંઠા જિલ્લામાં 6 બાળક દર્દીઓ ચાંદીપુરા વાયરસનો ભોગ બન્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ સંદર્ભે 20 બેડનો વૉર્ડ તૈયાર કરાયો છે.
ઈમર્જન્સી પીડિયાટ્રિક તૈયારીઓઃ હિંમતનગર સિવિલ હોસ્પિટલ દ્વારા ઈમર્જન્સી પીડીયાટ્રીક તૈયારીઓ કરાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ તંત્ર ચિંતામાં મુકાયું છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 13 જેટલા શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાયા છે. જે પૈકી 6 બાળકોના મોત થયા છે. જોકે પૂના લેબોરેટરી દ્વારા 14 સેમ્પલો પૈકી 2 સેમ્પલો પોઝિટિવ આવ્યા છે. જ્યારે અન્ય 2 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મામલે વિશેષ તકેદારીની શરૂઆત કરાય છે. જે અંતર્ગત તંત્ર જે સ્થળેથી આ કેસ મળી આવ્યા છે તેની 5 કિલોમીટરની ત્રિજ્યામાં સર્વેલન્સ શરૂ કરી દેવાયું છે.
સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ મામલે 6 બાળકોના મોત થયા હતા. તેમજ વધુ 2બાળકો બાદ અન્ય 5 શંકાસ્પદ કેસ આવતા તેમની સારવાર ચાલી રહી છે. પૂના લેબોરેટરીમાં 8 સેમ્પલો મોકલાયા હતા જે પૈકી 4 સેમ્પલોનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં 1 બાળકને ચાંદીપુરા વાયરસ છે. બાકીના 3 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જોકે વહીવટી તંત્ર દ્વારા આ મામલે અન્ય બાકી રહેલા સેમ્પલના પરિણામની રાહ જોવાઈ રહી છે...નૈમેશ દવે(જિલ્લા કલેક્ટર, સાબરકાંઠા)
સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ મામલે પૂના લેબોરેટરીમાં 8 જેટલા સેમ્પલ મોકલાયા હતા જે પૈકી આજે 4 સેમ્પલોનું પરિણામ જાહેર કરાય છે. જેમાંથી અરવલ્લીના ભિલોડાની 6 વર્ષીય દીકરીનું મોત ચાંદીપુરા વાયરસથી થયા હોવાનું ખુલ્યું છે. જોકે અન્ય 3 બાળકોને ચાંદીપુરા વાયરસ મામલે નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. જો કે હાલમાં વધુ 2 બાળકો સારવાર હેઠળ છે જેમનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ મામલે આગામી સમયમાં ચાંદીપુરા વાયરસના દર્દીઓ વધુ આવે તો 20 જેટલા બેડ અત્યારથી જ તૈયાર કરી દેવાયો છે. સાથોસાથ તમામ બેડને આઈસીયુ સુવિધા સહિત ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે તૈયાર કરાયા છે...ડોક્ટર યોગેશ મોદી(પીડિયાટ્રીક, સિવિલ હોસ્પિટલ, હિંમતનગર)