જામનગરઃ શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા 5 વર્ષીય બાળકને ગઈકાલે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણ જણાતા સઘન સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજે સવારે આ બાળ દર્દીનું મૃત્યુ નિપજ્યું છે. આ ઉપરાંત લાલપુરના 11 વર્ષીય બાળ દર્દીનું પણ આજે સવારે મૃત્યુ નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
જામનગરમાં ચાંદીપુરા વાયરસે 2 બાળ દર્દીઓનો ભોગ લીધો - Chandipura Virus - CHANDIPURA VIRUS
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરલ ઈન્ફેકશનની સારવાર લઈ રહેલા 2 બાળ દર્દીઓનું મૃત્યુ થયું છે. જામનગરના ગુલાબનગર વિસ્તાર તેમજ લાલપુરના બાળ દર્દીઓનું ચાંદીપુરા વાયરસની બીમારીના કારણે મૃત્યુ નિપજતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઉપરાંત અન્ય 2 બાળ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
Published : Jul 24, 2024, 5:18 PM IST
જામનગરમાં કુલ મૃત્યુઆંક 3: જામનગર અને લાલપુર આરોગ્ય વિભાગની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુર વાયરસની બીમારીના કારણે મૃત્યુ આંક 3 થયો છે. હાલ 4 બાળ દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
2 રિપોર્ટ નેગેટિવઃ જામનગર તાલુકાના સિક્કા ગામની 6 વર્ષની એક બાળકી તેમજ લાલપુરના પડાણાની 5 વર્ષની એક બાળકીની જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર મેળવી રહ્યા છે. આ બંને બાળ દર્દીઓના રિપોર્ટ આજે સવારે નેગેટિવ આવ્યા છે. જેથી આરોગ્ય તંત્ર અને પરિવારજનોને થોડી રાહત અનુભવાઈ હતી.