ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જનતાને ચાંદીપુરા વાયરલ એનકેફેલાઈટીસથી ગભરાશો નહીં પરંતુ સાવચેતી જરૂરથી રાખો તેવી અપીલ કરી છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, સામાન્ય પણે વરસાદી ઋતુમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. જે સેન્ડ ફ્લાયના(રેત માંખ) કરડવાથી થાય છે. ખાસ કરીને 9 મહીનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે.
ચાંદીપુરા વાયરલ એનકેફેલાઈટીસથી ગભરાશો નહીં, પરંતુ સાવચેતી જરૂરથી રાખો- ઋષિકેશ પટેલ - Chandipura Virus - CHANDIPURA VIRUS
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જનતાને ચાંદીપુરા વાયરલ એનકેફેલાઈટીસથી ગભરાશો નહીં પરંતુ સાવચેતી જરૂરથી રાખો તેવી અપીલ કરી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક.
Published : Jul 15, 2024, 5:12 PM IST
મુખ્ય લક્ષણોઃ ચાંદીપુરા વાયરલ એનકેફેલાઈટીસના મુખ્ય લક્ષણોમાં હાઈગ્રેડ તાવ, ઉલ્ટી-ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવી વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા ઋષિકેશ પટેલે અનુરોધ કર્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં ચાંદીપુરાના 12 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જેમાંથી 6 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. સાબરકાંઠામાં 4, અરવલ્લીમાં 3, મહીસાગર અને ખેડામાં 1 શંકાસ્પદ કેસ જ્યારે રાજસ્થાનમાં 2 દર્દીઓ અને મધ્યપ્રદેશના 1 દર્દી નોંધાયા છે.
સેમ્પલ પુના મોકલાયાઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ રોગના દર્દીઓના સેમ્પલ પુના ખાતેની લેબમાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જેનું પરિણામ સરેરાશ 12થી 15 દિવસમાં આવશે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 6 મૃત્યુ રાજ્યમાં નોંધાયા છે પરંતુ સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પૃષ્ટિ થશે. ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ 4487 ઘરોમાં કુલ 18464 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે. સેન્ડફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. રાજ્ય આરોગ્ય વિભાગ અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે.