ગુજરાત

gujarat

ETV Bharat / state

CCE પરીક્ષા પરિણામ જાહેર થતાં જ ભડકો ! વિદ્યાર્થી નેતાઓએ કર્યો ગંભીર આક્ષેપ, જાણો સમગ્ર મામલો - CCE exam result

GPSC પદ્ધતિ મુજબ CCE પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરવાની માંગ સાથે આજે પાટીદાર નેતા દિનેશ બાંભણિયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ભરતી બોર્ડના ચેરમેનને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, તેમને પોલીસ દ્વારા સ્વર્ણિમ સંકુલમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. યુવરાજસિંહની પોલીસે અટક કરી હતી.

CCE પરીક્ષા પરિણામ જાહેર થતાં જ ભડકો !
CCE પરીક્ષા પરિણામ જાહેર થતાં જ ભડકો ! (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2024, 11:27 AM IST

ગાંધીનગર :GPSC પદ્ધતિ મુજબ CCE પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરવાની માંગ સાથે આજે પાટીદાર નેતા દિનેશ બાંભણિયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ભરતી બોર્ડના ચેરમેનને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, બંને નેતાઓને સચિવાલય સ્વર્ણિમ સંકુલના ગેટથી જ રોકી દેવાયા હતા. બંને આગેવાનો જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં કમલ ડાયાણીને મળવા માટે જવાના હતા, પરંતુ તેમને સમય ન મળતા મળી શક્યા ન હતા. પાટીદાર નેતાએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની પોલીસે અટકાયત કરી હતી.

CCE પરીક્ષા પરિણામનો વિરોધ :પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિક્ષા લેવાય છે. એમાં કેટેગરી મુજબ સાત ગણાં ઉમેદવારો લેવાની નોટિફિકેશન છે. તેના વિરોધમાં જઈને પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બિન અનામત કેટેગરીના ઉમેદવારોને અન્યાય થયો છે. 14,000 જેટલા ઉમેદવારોને બાકાત કરવામાં આવ્યા છે. આ પરીક્ષામાં દિવ્યાંગ કેટેગરી અને અન્ય કેટેગરીના ઉમેદવારોને અન્યાય થાય તેવું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે.

CCE પરીક્ષા પરિણામ જાહેર થતાં જ ભડકો ! વિદ્યાર્થી નેતાઓએ કર્યો ગંભીર આક્ષેપ (ETV Bharat Gujarat)

રજૂઆત ન સાંભળતા હોવાનો આક્ષેપ :કમલ દાયાણી તાનાશાહી વલણ રાખીને લોકોની ફરિયાદ સાંભળતા નથી. આજે મંગળવારે જાહેર જનતાની મુલાકાતનો દિવસ છે. એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી અધિકારીઓ અને મંત્રીઓને મળવાનો સમય હોય છે. કમલ દયાણીને અમે પાંચ પ્રતિનિધિઓ રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અમારી માંગણી છે કે, GPSC નોટિફિકેશન અનુસાર પરિણામ જાહેર કરવું જોઈએ. તમામ કેટેગરીના લોકોને થતો અન્યાય રોકવામાં આવે.

ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન :અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખીશું. આગામી દિવસોમાં ખોડલધામ, ઉમિયાધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને સરદારધામ સહિતની સંસ્થાઓ આ આંદોલનમાં જોડાશે. આ સંસ્થાના આગેવાનો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પણ આગામી દિવસોમાં આ અંગે મીટીંગ કરવામાં આવશે.

ભરતી બોર્ડના ચેરમેનને રજૂઆત :વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, CCE પરીક્ષાનું પરિણામ પાંચ દિવસ પહેલા જાહેર થયું છે, એમાં ઘણી વિસંગતતાઓ છે. તેને લઈને અમે ભરતી બોર્ડના સચિવને રજૂઆત કરી હતી. જોકે, નોટિફિકેશન રિવાઇઝ કરવાનો તેમની પાસે પાવર નથી. એટલે અમે ભરતી બોર્ડના ચેરમેનને રજૂઆત કરવા આવ્યા છીએ.

વિદ્યાર્થી દ્વારા ભરતી બોર્ડ પર આરોપ :નોટિફિકેશનમાં ઉલ્લેખ છે કે, CCE પરીક્ષા પરિણામ કેટેગરીના સાત ગણા પ્રમાણે ગ્રુપ A અને B મુજબ જાહેર કરવાનું હતું. ઉપરોક્ત ભરતી માટે જગ્યા 5,455 હતી. એપ્રિલ મહિનામાં પરીક્ષા લેવાઈ હતી. લગભગ ચાર લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપી હતી. જે પ્રમાણે પરિણામ જાહેર કરવાનું હતું, એ મુજબ પરિણામ જાહેર કરાયું નથી. પરિણામ જગ્યાના સાત ગણા પ્રમાણે જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે ઉમેદવારોને હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે.

ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી :GPSC પેટર્નને બદલે પોતાના મનઘડત નિયમો બનાવીને આ પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. અમે કમલ દાયાણીને મળવા માટે અનેકવાર આવ્યા, પરંતુ તેમની પાસે અમને મળવાનો સમય નથી. અમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે. આ મુદ્દે આગામી દિવસે વધુ ઉગ્ર આંદોલન થાય તેવી સંભાવના છે.

  1. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 5,554 જગ્યા માટે ભરતી
  2. સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવા રજૂઆત

ABOUT THE AUTHOR

...view details