રાજકોટ:થોડા દિવસો પહેલા દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 ની છત ધરાશાયી થઇ ગઈ હતી. આવી જ ઘટના આજે રાજકોટના હીરાસર એરપોર્ટ પર બની છે . થોડા દિવસોથી રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, એવામાં અવારનવાર દુર્ઘટનાઓ થતી રહેતી હોય છે. એવામાં આજે હિરાસર એરપોર્ટ પર ભારે વરસાદ વચ્ચે રાજકોટ એરપોર્ટ ટર્મિનલની બહાર પેસેન્જર પીકઅપ અને ડ્રોપ એરિયા પર તૂટી પડ્યો હતો.
રાજકોટના હિરાસર એરપોર્ટ પર હંગામી શેડ તૂટી પડ્યો, રાજકોટ કલેક્ટરે પત્રકારોને કહ્યું 'ઓલાને પુછો એરપોર્ટ ડાયરેક્ટરને' - Tragedy in rajkot Airport - TRAGEDY IN RAJKOT AIRPORT
આજે રાજકોટના હીરાસર એરપોર્ટ પર પર ભારે વરસાદ વચ્ચે રાજકોટ એરપોર્ટ ટર્મિનલની બહાર પેસેન્જર પીકઅપ અને ડ્રોપ એરિયા પર કેનોપી તૂટી પડી.Canopy collapses at Hirasar Airport
રાજકોટ એરપોર્ટ પર છત ધારાશાહી (Etv Bharat Gujarat)
Published : Jun 29, 2024, 2:05 PM IST
એરપોર્ટ ઓથોરિટીને પૂછો: રાજકોટ કલેકટર પ્રભવ જોશીએ આ ઘટના વિષે વાત કરતા કહ્યું કે , એરપોર્ટ ઓથોરિટીને પૂછો, તેમને આનો જવાબ આપવો પડશે. માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે એરપોર્ટની છત થોડા સમયમાં જ રીપેર કરી દેવામાં આવશે. વિડીયોમાં નજરે દેખાઈ રહ્યું છે કે છત પડી ત્યારે ઘણા લોકો તેની નીચે ઉભા હતા.