ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા માગતા, ઈચ્છુક ઉમેદવારો આ તારીખે કરી શકશે અરજી

ભારત સરકાર દ્વારા 3 ઓકટોબર 2024ના રોજ જાહેર કરાયેલી પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજના હેઠળ દેશની ટોચની 500 કંપનીઓમાં 12 મહિના માટે ઈન્ટર્નશીપ કરવાની તક મળશે.

પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા ઈચ્છુક ઉમેદવારો 15 નવેમ્બર સુધી અરજી કરી શકશે
પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા ઈચ્છુક ઉમેદવારો 15 નવેમ્બર સુધી અરજી કરી શકશે (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2024, 6:44 AM IST

અમદાવાદ:ભારત સરકાર દ્વારા 3જી ઓકટોબર 2024ના રોજ જાહેર કરાયેલી પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજના હેઠળ દેશની ટોચની 500 કંપનીઓ 12 મહિના માટે ઈન્ટર્નશીપ કરવાની તક મળી રહી છે. જેમાં અરજી કરવાની તારીખ 15 નવેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે.

ઉમેદવારોએ નોંધણી કરવી પડશે: રસ ધરાવતા ઉમેદવારોએ પી.એમ.ઈન્ટર્નશીપ માટે આપેલી વેબસાઈટ https://pminternship.mca.gov.in/ ઉપર જઈને નોંધણી કરવાની રહેશે. તેમજ જાહેરાતમાં લાયકાત ધરાવતા યુવાઓ જિલ્લા રોજગાર કચેરી ભુજ-કચ્છ ખાતે 14મી નવેમ્બર સુધી રૂબરૂ મુલાકાત લઈ પોતાની નોંધણી કરાવી શકશે.

અરજી કરવા માટે આ છે લાયકાત:કચ્છ જિલ્લાના યુવાઓ કે, જેમની શૈક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ, ધોરણ-12 પાસ, આઈ.ટી.આઈ પાસ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ પાસ છે. તે ઈન્ટર્નશીપ માટે અરજી કરી શકશે. જો કે, પૂર્ણ સમયનો રોજગાર કે શિક્ષણ મેળવતા ના હોય, અગાઉ એપ્રન્ટીશીપ કરેલી ન હોય. પોતે કે કોઈ પરિવારના સભ્ય સરકારી નોકરી ન કરતા હોય તેમજ આવક મર્યાદા 8 લાખ કે તેથી ઓછી હોય. તેવા ઉમેદવારો આ યોજનામાં અરજી કરી શકશે.

આ યોજનામાં આટલુ અપાશે સ્ટાઇપેન્ડ:આ યોજનામાં ભારત સરકાર દ્વારા રૂ.4500/- તથા કંપની દ્વારા રૂ.500/- માસિક સહાય તેમજ સરકાર દ્વારા 1 વર્ષ માટે રૂ.6000/- આકસ્મિક અનુદાન આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા જિલ્લા રોજગાર કચેરી ભુજ-કચ્છ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

  1. વિદ્યાસહાયકોની 13000થી વધુ ખાલી જગ્યા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ, અહીંથી કરો ફટાફટ અરજી
  2. IIM માં પ્રવેશ માટે CAT પરીક્ષાની થઇ જાહેરાત, જાણો શું છે એડમિશન પ્રોસેસ

ABOUT THE AUTHOR

...view details