ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બજેટ આવકારાયું ભાવનગરઃ આજે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે કેન્દ્રીય બજેટ રજૂ કર્યુ હતું. આ વચગાળાના બજેટ સંદર્ભે ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સે પ્રતિક્રિયા આપી છે. જેમાં કોર્પોરેટ ટેક્સ 22 ટકા કરવામાં આવ્યો તેને આવકારદાયક નિર્ણય ગણવામાં આવ્યો છે. જ્યારે MSME સેક્ટરની અપેક્ષાઓ અધૂરી રહી ગઈ હોવાનું ચેમ્બર્સનું માનવું છે.
સ્ટાર્ટઅપ માટે ટેક્સમાં 1 વર્ષની છૂટઃ ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કામાણીએ બજેટ સંદર્ભે પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કોર્પોરેટ ટેક્સ 22 ટકા કરવામાં આવ્યો છે તેને આવકારદાયક નિર્ણય ગણ્યો છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ માટે હજૂ એક વર્ષ ટેક્સમાં છૂટ આપવામાં આવી તેને પણ ખૂબ સારી બાબત ગણાવી છે. જો કે ચેમ્બર ઓફ કોમર્સની એક અપેક્ષા બાકી રહી ગઈ છે. જેમાં MSME સેક્ટરમાં 45 દિવસના નિયમને લઈને કોઈ જોગવાઈ કરાઈ હોત તો વેપારીઓને ફાયદો થાત. જો કે આ કાયદાના અમલીકરણને લઈને આવતા વર્ષે કોઈક જોગવાઈ થાય તેવી આશા MSME વેપારીઓને છે.
MSME વેપારીઓની સમસ્યાઃ MSME સેક્ટરમાં વેપારીઓ 45 દિવસમાં જ પેમેન્ટ કરે કે ના કરે તેની ગણતરી ઉદ્યોગકારના એકાઉન્ટમાં થઈ જતી હોય છે જેનાથી વર્તમાનમાં નાના ઉદ્યોગકારો સરકારની કામગીરી અને આ પ્રકારની કાર્યવાહીથી સમજવામાં અગવડ પડે છે. તેનું માર્ગદર્શન લેવામાં અને સમજવામાં ખાસો સમય લાગે છે. આથી MSME સેક્ટરના આ કાયદામાં થોડી સરળતા કરવામાં આવે તેવી વેપારીઓની માંગણી છે. જે બજેટ 2024-25માં અધુરી રહી ગઈ છે.
આગામી લોકસભા ચૂંટણીને પગલે આ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં કોર્પોરેટ ટેક્સ 22 ટકા કરવામાં આવ્યો છે જે આવકાર્ય છે. સ્ટાર્ટઅપ માટે હજૂ એક વર્ષ ટેક્સમાં છૂટ આપવામાં આવી તે ખૂબ સારી બાબત છે. MSME સેક્ટરમાં વેપારીઓ 45 દિવસમાં જ પેમેન્ટ કરે કે ના કરે તેની ગણતરી ઉદ્યોગકારના એકાઉન્ટમાં થઈ જતી હોય છે. આ કાયદામાં થોડી સરળતા કરવામાં આવી હોત તો વેપારીઓને સરળતા થાત...દિલીપ કામાણી (પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ,ભાવનગર)
- Budget 2024: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, 7 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહી: નાણામંત્રી
- Budget 2024 Our GDP Mantra : બજેટ ભાષણમાં આ વખતે ન સાંભળવા મળી શાયરી, નાણાપ્રધાને બદલી જીડીપીની વ્યાખ્યા