આગામી બજેટ અને ગત વર્ષના બજેટની વિચક્ષણ સમીક્ષા કચ્છઃ દરેક દેશના નાગિરકોને જે તે સરકારનું બજેટ અસર કરતું હોય છે. સરકારના બેજટની સીધી અસર નાગરિકોના ખીસ્સા પર થતી હોય છે. સરકારના બજેટમાં કરવામાં આવેલ જોગાવાઈઓ, વિવિધ ફાળવણી તેમજ તેના અમલીકરણનો ખાસ પ્રભાવ નાગરિકો પર પડે છે. ગત વર્ષનું બજેટ કેટલું કારગત નીવડ્યું અને આવનારુ બજેટ કેટલું કારગત નીવડશે તેની વિચક્ષણ સમીક્ષા કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના હેડ ડૉ. કલ્પના સતીજાએ કરી છે. આવો જોઈએ આ સમીક્ષા વિગતવાર.
વર્ષ 2024-25ના બજેટનો મહત્વનો મુદ્દો સ્ટાર્ટઅપ અને ઈનોવેશન્સ રહી શકે છે બજેટ 2023-24: બજેટ એ ખરેખર ત્રણ ઈન્ડિકેટરનું પ્રોજેક્શન કરે છે એક છે ખર્ચ આવક અને જે ફાઇનાન્સિયલ પરફોર્મન્સ છે એટલે કે જે અલગ અલગ સેક્ટરમાં બજેટનું એલોકેશન્સ કરવામાં આવ્યું છે તો એનું પરફોર્મન્સ કયા પ્રકારનું છે એના માટે બજેટ પ્રસ્તુત કરવામાં આવતું હોય છે. ગત વર્ષ એટલે કે 2023-24 ના બજેટના સમયે પણ થોડું ઘણું કોરોનાની અસરનો સમય હતો એટલે કહી શકાય કે લોકોની જે માથાદીઠ આવક વાસ્તવિક આવક છે એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળ્યો હતો. આ વાસ્તવિક આવક કે માથાદીઠ આવકના ઘટાડાને ઘટાડી અને વધારો કરવા માટે બજેટમાં ઘણા બધા એવા પ્રકારના એલોકેશન કરવામાં આવ્યા કે જેને કારણે વિકાસ પામતા અર્થતંત્ર તરફ આપણે પ્રગતિ કરી શક્યા.
વિકાસશીલ દેશ તરીકે થોડી પ્રગતિઃ વર્ષ 2023-24ના બજેટના કારણે જોબ ક્રિયેશન્સ થયું છે તેથી રોજગારીની તકો પણ ઉપલબ્ધ થઈ. ખાસ કરીને જે ખેતી ક્ષેત્ર છે તેમજ કોઓપરેટીવ ક્ષેત્રમાં વધારે પડતી રોજગારી જોવા મળી છે. ઈકોનોમિક ગ્રોથ છે તે ક્યાંક ને ક્યાંક બતાવે છે કે બેરોજગારીમાં ઘટાડો થયો છે, ગરીબીમાં ઘટાડો થયો છે અને એની સાથે સાથે જો વિકસિત દેશો સાથે સરખામણી કરવામાં આવે તો એક વિકાસશીલ દેશ તરીકે ક્યાંક ને ક્યાંક આપણે થોડી પ્રગતિ કરી શક્યા છીએ.
વિકસિત અર્થતંત્ર તરફ પ્રગતિઃ ગત વર્ષે ડ્રિંકિંગ વોટર, સેનિટેશન, એલપીજી ગેસ તેમજ વેક્સિનેશનની વ્યવસ્થા ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. ફક્ત ભારતના લોકો માટે આપણા દેશે વેક્સિનેશન પૂરી પાડી છે પરંતુ પર વિશ્વમાં તેણે સપ્લાય કર્યું છે.એક બજેટ ને એક બાજુ રાખતા આપણે જો જોવા જઈએ તો આપણું અર્થતંત્ર ધીમે ધીમે એક વિકસિત અર્થતંત્ર તરફ પ્રગતિ કરી રહ્યું છે.
ગ્રીન ગ્રોથ-વેસ્ટ ટુ વેલ્થઃઆ ઉપરાંત ગ્રીન ગ્રોથ જે ગત વર્ષના બજેટમાં દર્શાવવામાં આવ્યું હતું એટલે કે વેસ્ટ ટુ વેલ્થ કે સારી ક્વોલિટીના સારી જાતના વૃક્ષો વાવવા લોકોને વધારે ઓક્સિજન મળે એવા પ્રકારનું પ્લાન્ટેશન કરવું. એટલે કે વેસ્ટ માંથી વેલ્થ તરફ જવું અને લોકોની એક જે આરોગ્યની ક્ષમતા છે એનામાં ક્યાંક ને ક્યાંક વધારો કરવો. આપણે ગ્રીન ગ્રોથ તરફ ગ્રીન એનર્જી તરફ જઈ રહ્યા હતા એ પણ આપણે ક્લિયર દેખાણું. ત્યારબાદ ફાઇનાન્સિયલ સેક્ટરમાં જે ડેટા પ્રોટેક્શનસની વાત હતી એમાં સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ડેટા સેન્ટર માટેનું એક આખું સેટિંગ અપ કરવું કે જ્યાં આપણા આર્ટિફિશિયલ જે બધા ઇન્ટેલિજન્સના ડેટા છે, ગવર્મેન્ટ વેબસાઇટના ડેટા છે એ બધા જ ડેટાનું આપણે સારી રીતે સુરક્ષા આપી શકાય કે જેના કારણે જે બધા ડેટા છે એ ડેટા સચવાઈ રહે.
ફાર્માસ્યુટિકલ ડેવલોપમેન્ટ માટેના પ્લાનઃ એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની વાત કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એમાં પણ ખાસ કરીને અર્બન ક્ષેત્ર છે એને ક્યાંક ને ક્યાંક થોડું સહન કરવું પડ્યું હતું કોરોનાની મહામારીને કારણે પણ ખેતી ક્ષેત્રમાં જોવા જઈએ તો રોજગારી પણ મળી છે,ગરીબીમાં ઘટાડો પણ થયો છે અને એની સાથે સાથે સરકારે ઘણી બધી સારી યોજનાઓ 2023-24 માં પણ દર્શાવેલી હતી.જેમાં ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ફાર્મા કંપનીમાં વિકાસ માટેના પ્લાન પણ ઘડવામાં આવ્યા હતા.કારણ કે કોરોનાની મહામારીને કારણે ઘણી બધી આપણને દવાઓ વેક્સિનેશનની જરૂર હતી એટલે એ સમયે ખાસ કરીને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીના ડેવલોપમેન્ટ માટેના પ્લાન ઘડવામાં આવ્યા હતા.
ગત વર્ષનું બજેટ મધ્યમ વર્ગના લોકો માટે સફળ બજેટઃ જલજીવન યોજના છે, એકલવ્ય મોડેલ સ્કૂલ છે, નોર્થ ઇસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ સ્કીમ બતાવવામાં આવી હતી કે સ્પેસિફિકલી નોર્થ - ઈસ્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંઈ રીતે સારી રીતે કરી શકાય.ત્યારબાદ એક નવી સ્કીમ આવી હતી કે સિક્સ સ્કીમ ફોર ધ ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ evs એટલે કે Ev વાહનોની અત્યારે આપણે એવી વૈકલ્પની વાત કરીએ તો એના જે પાયા છે તે વર્ષ 2023-24માં બજેટમાં નાખી દેવામાં આવ્યા હતા. જો 2023 -24 નું બજેટ જોઈએ તો સામાજિક આર્થિક વિકાસના બધા જ પરિબળો આપણને બહુ સારી રીતે દેખાઈ રહ્યા છે.જોકે કોરોનાની મહામારીની અસર વર્ષ 2023 - 24માં પણ આપણને જોવા મળી છે. પણ તમામ રીતે જોવા જઈએ તો ગત વર્ષનું બજેટ મધ્યમ વર્ગના લોકો માટે સફળ બજેટ જોવા મળે છે.
વર્ષ 2024-25ના બજેટની અપેક્ષાઓઃ આ વર્ષના બજેટની વાત કરવામાં આવે તો 2023-24ની રોજગારીની તકો અને આર્થિક વિકાસનો દર ટકાવી રાખવો પડશે કારણ કે કોરોના પછીની જે પરિસ્થિતિ છે એમાં ઘણા લોકો એવા છે કે જેમની જોબ છૂટી ગઈ છે. એમની માથાદીઠ આવકમાં ઘટાડો થયો છે. તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે સરકાર પણ પ્રયત્નશીલ છે.જેના માટે આગામી સમયમાં એગ્રિક્લચર અને ઇન્ડસ્ટ્રી વિભાગમાં વધુ એલોકેશન કરવું પડશે.
ટેકસ સ્લેબમા થઈ શકે છે ફેરફારઃ જો શિક્ષણની વાત કરવામાં આવે તો કોઈપણ દેશના સામાજિક આર્થિક વિકાસના પેરામીટર તરીકે એજ્યુકેશન છે તે એક કી ઇન્ડિકેટર છે. તો એજ્યુકેશન માટે પણ વધારે પડતો એલોકેશન કરવાની જરૂર છે સાથે સાથે જે ન્યુ અપડેટ ટેકનોલોજી આવે છે નવા નવા એજ્યુકેશનલના સોફ્ટવેર આવે છે એની સાથે આપણે અપડેટ થઈ અને એજ્યુકેશન સેક્ટરમાં થોડું ફંડ એલોકેટ કરવાની જરૂર છે. ત્યાર પછી મહત્વનો મુદ્દો ટેક્સ સ્લેબ ઉપર આવીએ તો જે લાસ્ટ ટાઈમ 2023-24 ના બજેટમાં 5થી 7 લાખનું બતાવવામાં આવ્યો હતો કદાચ એવું બની શકે કે એ ટેક્સ સ્લેબમાં કઈ રિવાઇઝ કરવામાં આવે કે એ વધારવામાં ન આવે પણ જો એ ટેક્સ સ્લેબમાં થોડો ઘણો પણ વધારવામાં આવે તો લોકોની બચત વધવાથી માંગ અને વપરાશમાં વધારો થશે અને આર્થિક વિકાસને વેગ મળશે.
વોકલ ફોર લોકલ પર ભારઃ ઉપરાંત ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ડિજિટલ કરન્સીની કદાચ આ બજેટમાં ચર્ચા થઈ શકે ઘણા વખતથી આપણે આપણા દેશમાં જોઈએ છે કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, કેશલેશ ટ્રાન્ઝેક્શન્સ, ડિજિટલ કરન્સી, ડિજિટલ બધા કાર્ડ્સ આપણે યુઝ કરી રહ્યા છીએ તો એમાં નવી ટેકનોલોજીમાં કઈ રીતે એને વધારી કરી શકાય, કઈ રીતે ટેકનોલોજીનો આપણે લોકલ લેવલે ઉપયોગ કરી શકીએ એના પર ભાર મૂકવામાં આવશે.ઉપરાંત વોકલ ફોર લોકલ કે જે આપણું બહુ જૂનું સૂત્ર છે કે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો અને બની શકે એટલી સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવી તો એના ઉપર પણ ભાર મૂકવામાં આવશે કે જે આપણા સ્વદેશી ગૃહ ઉદ્યોગો છે તે ઇન્ટરનેશનલ કંપનીસની સરખામણીએ એના કરતાં સ્વદેશી વસ્તુઓ ઉપર વધારે પડતો ભાર મૂકવામાં આવે તો સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો કે જેને કારણે લોકોની જે ખરીદ શક્તિ છે એમાં ક્યાંક વધારો થઈ શકે.
સસ્ટેનેબલ ડેવલપમેન્ટની પ્રેક્ટિસઃ જો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પ્રેક્ટિસની વાત કરવામાં આવે તો બિઝનેસ ઓપર્ચ્યુનિટી છે, બિઝનેસ અન્વાયરમેન્ટ છે તો એક આખી નવી એન્ટરપ્રિન્યોરશિપ છે તે ઊભી કરવાની ક્ષમતા આગામી બજેટમાં કદાચ જોવા મળે. કારણકે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની પ્રેક્ટિસની વાત આવે છે ત્યાં એક સસ્ટેનેબલ બિઝનેસ એન્વાયમેન્ટ પણ જરૂરી છે. જે રીતે 2023 -24ના બજેટમાં ગ્રીન ગ્રુપની વાત કરી છે કે જેમાં વેસ્ટ ટુ વેલ્થ તરફ જઈ વિકાસ કરી શકીએ.
મહત્વનો મુદ્દો સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશનઃ આ ઉપરાંત એનર્જી ટેકનોલોજીસ કે દરેક પ્રકારની જે અલગ અલગ એનર્જી છે તે વિવિધ ટેકનોલોજીસમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય ,કયા પ્રકારની હોઈ શકે અને એના માટે કયા પ્રકારનું ફંડ ફાળવી શકાય એવું પણ કદાચ આ બાબતે બજેટમાં ચર્ચા થઈ શકે. ત્યાર બાદ મહત્વનો મુદ્દો છે ફોકસ ઓન સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન જે વર્ષ 2024-25ના બજેટનો કદાચ મહત્વનો મુદ્દો રહી શકે છે. અત્યારે જોવા જઈએ તો સરકાર ઘણા બધા સ્ટાર્ટ અપ અને ઇનોવેશન્સના પ્રોગ્રામ્સ ચાલુ કર્યા છે જેને કારણે ખાસ કરીને યુવાનો છે એને પણ આગળ વધારી શકાય. જો આ તમામ ઈન્ડિકેટર સકારાત્મક રીતે હોય તો ચોક્કસપણે આપણા દેશની ઇકોનોમી વિકસતા અર્થતંત્ર તરફથી જઈને વિકસિત અર્થતંત્ર તરફ જઈને સફળતાપૂર્વક પ્રયાસ કરી શકશે.
અત્યારે સરકારે ઘણા બધા સ્ટાર્ટઅપ અને ઈનોવેશન્સના પ્રોગ્રામ્સ ચાલુ કર્યા છે જેને કારણે ખાસ કરીને યુવાનો છે એને પણ આગળ વધારી શકાય. તેથી વર્ષ 2024-25ના બજેટનો કદાચ મહત્વનો મુદ્દો સ્ટાર્ટઅપ અને ઈનોવેશન્સ રહી શકે છે. જો વર્ષ 2023-24નું બજેટ જોઈએ તો સામાજિક આર્થિક વિકાસના બધા જ પરિબળો આપણને બહુ સારી રીતે દેખાઈ રહ્યા છે. જોકે કોરોનાની મહામારીની અસર વર્ષ 2023-24માં પણ આપણને જોવા મળી છે. તેમ છતાં તમામ રીતે જોવા જઈએ તો ગત વર્ષનું બજેટ મધ્યમ વર્ગના લોકો માટે સફળ બજેટ જોવા મળે છે...ડો. કલ્પના સતીજા(HoD, ઈકોનોમિક્સ, કચ્છ યુનિવર્સિટી)
- Budget 2024-25: સુરત ટેક્સટાઈલ વેપારીઓની આગામી બજેટ સંદર્ભે અપેક્ષા અને માંગણીઓ, GST-MSME સરળ બને તે જરુરી
- Budget 2024-25: કેન્દ્ર અને રાજ્યના બજેટ અનુલક્ષીને જૂનાગઢના ખેડૂતોએ રજૂ કરી અપેક્ષાઓ