ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતીય કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર ક્રેશ ઘટનામાં લાપતા જવાન રાકેશ રાણાનો મૃતદેહ પોરબંદરના દરિયામાંથી મળ્યો - HELICOPTER CRASH JAWAN RAKESH RANA

1 મહિના જેટલા સમયથી ચાલતા સર્ચ ઓપરેશનનો અંત આવ્યો છે. જવાન રાકેશ રાણાનો મૃતદેહ પોરબંદર પાસેથી મળી આવ્યો છે. - helicopter crash jawan Rakesh Rana

રાકેશ રાણા file pic
રાકેશ રાણા file pic (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2024, 8:48 PM IST

પોરબંદરઃભારતીય કોસ્ટ ગાર્ડના ICG ALH MK-III હેલિકોપ્ટર (બેરિંગ ફ્રેમ નંબર CG 863) ગત 2 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:15 કલાકે મોટર ટેન્કર હરિ લીલામાંથી ગંભીર રીતે ઘાયલ ક્રૂ મેમ્બરના તબીબી સ્થળાંતર માટેના રેસ્ક્યુ દરમિયાન દરિયામાં ખાબક્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડના આ હેલિકોપ્ટરમાં સમુદ્રમાં રેસ્ક્યુ માટે 2 પાયલટ અને 2 એર ક્રૂ ડ્રાઇવર હતા. હેલિકોપ્ટર દુર્ઘટના પછી તેમાંથી એકને બચાવી લેવાયા હતા. પરંતુ અન્ય લોકો બચી ન શક્યા. બે જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે એક જવાન રાકેશ રાણા એક માસથી લાપતા હતા. જેની શોધખોળ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ચાલી રહી હતી. આજે પોરબંદરના દરિયામાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

રાકેશ રાણાની આવતીકાલે 12 ઓક્ટોબરે અંતિમ સંસ્કાર વિધિ

સમગ્ર ઘટનાની તપાસ માટે ભારતીય કોસ્ટગાર્ડના ALH હેલિકોપ્ટરનો ફ્યુઝલેજ પણ રિકવર કરવામાં આવી રહ્યો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડના કમાન્ડન્ટ (જેજી) વિપિન બાબુ અને પ્રધાન નાવિક કરણસિંહ એ બહાદુર હતા. જેમના નશ્વર અવશેષો સમુદ્રમાંથી મળી આવ્યા હતા. સેવા, પરંપરા અને સન્માન મુજબ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

કોસ્ટગાર્ડ દ્વારા એક માસથી ચાલતું હતું સર્ચ ઓપરેશન

બાકીના એક ક્રૂ કમાન્ડન્ટ રાજકુમાર રાણા કે જેઓ મિશનના કમાન્ડમાં પાયલટ હતા, તેમને શોધવા માટે શોધખોળના પ્રયાસો તીવ્ર કરવામાં આવ્યા હતા. દુર્ઘટનાથી જ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને હવાઈ અસ્કયામતોની શોધ થઈ રહી હતી. ભારતીય નૌકાદળ દરિયાઈ ક્ષેત્રના અન્ય હિસ્સેદારોના સંસાધનો દ્વારા પ્રયાસો બાદ એક માસથી લાપતા કમાન્ડર રાકેશકુમાર રાણાનો મૃતદેહ મળી આવ્યો હતો. કોસ્ટ ગાર્ડ દ્વારા કરાયેલી શોધખોળમાં પોરબંદરથી 55 કિલોમીટર દૂર દરિયામાં મૃતદેહ મળી આવ્યો હતો. રાકેશ કુમાર રાણાના મૃતદેહની અંતિમ સંસ્કાર વિધિ સન્માનપૂર્વક કરવામાં આવશે.

  1. રાજકોટની કટારિયા ચોકડીએ બનશે સિગ્નેચર બ્રિજ સહિત અન્ય 9 બ્રિજ, ટેન્ડર પ્રક્રિયા શરૂ
  2. જામનગરના નગર સેવિકા રચના નંદાણીયા સામે નોંધાઈ FIR, PGVCL માં મચાવ્યો હતો હોબાળો

ABOUT THE AUTHOR

...view details