અમદાવાદઃવિદેશમાં રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન મુદ્દે બીજેપી આક્રમક રાહુલ ગાંધીના નિવેદન સામે બીજેપીનો આજે રાજ્યવ્યાપી વિરોધ. અમદાવાદ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, બત્રીસી હોલથી કલેક્ટર ઓફિસ સુધી પદયાત્રા કરવામાં આવી હતી. CM ભૂપેન્દ્ર પટેલ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે કલેકટર ઓફિસ નજીક ધરણાંના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. કલેકટર ઓફિસ નજીક ધરણા માટે વિશાળ મંચ પણ બનાવાયું હતું.
રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન સામે અમદાવાદમાં ભાજપના ધરણાં, CM કાળી પટ્ટી પહેરી વિરોધમાં જોડાયા - BJP Protest Ahmedabad - BJP PROTEST AHMEDABAD
રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન પર ભાજપ દ્વારા પોતાના અર્થઘટનને લઈને ગુજરાતભરમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ વિરોધમાં કાળી પટ્ટી પહેરીને જોવા મળ્યા હતા. - BJP Protest Ahmedabad
Published : Sep 27, 2024, 10:15 PM IST
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત અંગે આપેલા નિવેદનને લઈ આજે અમદાવાદમાં શહેર ભાજપ દ્વારા રેલી અને ધરણાં યોજવામાં આવ્યાં હતા. જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા પછી આવી રીતે પહેલીવાર કોઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. આ વિરોધપ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો અને અન્ય સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા બત્રીસી હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણાં યોજ્યા હતા. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો છે.
ભાજપે આ દરમિયાન કહ્યું કે, દેશના સંવિધાનનું સોથી વધુ વાર જો કોઈએ અપમાન કર્યું હોય તો તે કોંગ્રેસ સરકાર છે. ભાજપે સંવિધાનમાં જ્યારે પણ ફેરફાર કર્યો છે ત્યારે દેશના હિતમાં કર્યો છે. દેશના પૂર્વ પ્રધાનમંત્રી નહેરુની ઈચ્છા ન હોવા છતાં મહાત્મા ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલના કહેવા પર બાબાસાહેબ આંબેડકરને સંવિધાન સમિતિમાં લીધા હતા. કોંગ્રેસ અને ગાંધી પરિવાર ક્યારેય અનામતના સમર્થનમાં ન હતા. કોંગ્રેસની સરકારે 25 જૂન 1975ના રોજ કટોકટી સમગ્ર દેશમાં અમલ કરાવી સંવિધાનની હત્યા કરી હતી. કમનસીબે જે વ્યક્તિને દેશના ઈતિહાસની ખબર નથી, જેણે હંમેશા વિદેશની ધરતી પર દેશનું અપમાન કર્યું છે તે રાહુલ ગાંધી દેશના વિરોધપક્ષના નેતા છે.