સુરત: સુરતના ભીમરાડ ગામે રહેતી ભાજપના મહિલા મોરચાના નેતા દીપિકા પટેલના આપઘાતની ઘટનામાં હાલ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલામાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સાથે જ અલગ-અલગ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે તમામ આક્ષેપોને પાયા વીહોળા કહ્યા છે. તે ઉપરાંત ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ભાજપ મહિલા નેતા એ આપઘાત જ કર્યો હોવાનું સામે આવ્યું છે.
ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો: સુરતમાં ભીમરાડ ગામે રહેતી ભાજપની મહિલા મોરચાના નેતા દીપિકા પટેલના આપઘાત મામલામાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ગઈકાલે ભીમરાડ ગામે ખાતે રહેતી એક મહિલા દીપિકા પટેલે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેઓ સુરત ભાજપમાં મહિલા મોરચાની વોર્ડ પ્રમુખ પણ હતી. આપઘાત પેહલા તેને સચિન વિસ્તારના કોર્પોરેટ ચિરાગ સોલંકીને ફોન કરીને જાણ કરી હતી કે, હું આપઘાત કરવા માટે જઈ રહી છું.
ભાજપના મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત (Etv Bharat Gujarat) દીપિકાનો ફોન આવ્યા બાદ ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીએ મૃતક (દીપિકાની) છોકરીઓને પણ ફોન કર્યો હતો. ત્યારે તેમની ત્રણે દીકરીઓએ બેડરૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યારે દીકરીઓ નીચે ગઈ હતી પરંતુ ત્યાં પણ કોઈ હતું નહિ. આ બનાવમાં આકાશ કે જેઓ એક ડૉક્ટર છે તેમને ચિરાગે ફોન કરીને બોલાવ્યા હતા. પરંતુ આકાશે કહ્યું હતું કે, થોડો જીવ બચ્યો છે, તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જાઓ ત્યારે ચિરાગે પરિવારની હાજરીમાં મૃતક દીપિકાને નવી સિવિલ હોસ્પિટલ લઇ ગયો હતો. પરંતુ સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે દીપિકાને જોઈ તપાસી કરી મૃત જાહેર કરી હતી.
પોલીસે શરૂ કરી તપાસ: હાલ સમગ્ર મામલે પોલીસે દીપિકાના બેડરૂમનો પણ એફેસેલ કરાવ્યું હતું. ત્યાંથી દુપટો, પંખો, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ એફસેલ માટે મોકલવામાં આવ્યું છે. તે સાથે મોબાઈલ ડિટેલ પણ જોવામાં આવી રહી છે. આ બનાવમાં મૃતક દીપિકાના ત્રણે છોકરીઓની પણ પૂછતાછ કરવામાં આવશે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક દીપીકા ચિરાગની માનીતી બહેન હતી. આ સાથે જ પોલીસે નોંધેલા નિવેદનમાં સામે આવ્યું છે કે, ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીએ જ રૂમનો દરવાજો ખોલીને લટકી રહેલી દીપિકાને નીચે ઉતારી હતી અને ત્યાર બાદ દુપટ્ટો કબાટમાં મૂકી દીધો હતો. પરિવારજનો દ્વારા તટસ્થ તપાસની માગ કરવામાં આવી છે. આ સાથે જ દીપિકા આપઘાત કરી લે તેટલી નબળી ન હોવાનું પણ જણાવીને તેને કોઈ દ્વારા બ્લેકમેલિંગ અથવા તેને મરવા મજબૂર કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. તથા તેના કોલ ડિટેઈલની પણ તપાસ કરવામાં આવે તે દિશામાં પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:
- રાજકોટના કોઠારિયા મેઈન રોડ પર નજીવી બાબતે યુવકની હત્યા કરનાર ઝડપાયો, આરોપી વિરુદ્ધ 15 ગુના