જૂનાગઢ: લોકસભાની ચૂંટણીને લઈને હવે ધીમે ધીમે પ્રચાર અને પ્રસારના શ્રી ગણેશ થઈ રહ્યા છે આજે કોંગ્રેસના ઉમેદવારે સોમનાથથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી તો કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીએ આજે જુનાગઢ શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરીને ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા માટે મત માગ્યા હતા.
મનસુખ માંડવીયાની હાજરીમાં જુનાગઢ ખાતે ભાજપનો ચૂંટણી પ્રચાર કરાયો શરૂ, કાર્યકરો રહ્યા હાજર - BJP election campaign - BJP ELECTION CAMPAIGN
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે તમામ પક્ષોએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ આજે જુનાગઢથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી ભાજપના ઉમેદવાર માટે મત માંગ્યા હતા.
Published : Apr 5, 2024, 10:58 PM IST
|Updated : Apr 6, 2024, 9:29 AM IST
કેન્દ્રીય આરોગ્ય પ્રધાનનો ચૂંટણી પ્રચાર: લોકસભાની ચૂંટણીને લઈને હવે ધીમે ધીમે પ્રચાર માધ્યમ તેજ બની રહ્યું છે. જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે તેમના ઉમેદવારો જાહેર કરી ચૂક્યા છે જેને લઈને ચૂંટણી મેદાનમાં પ્રચારનો દોર તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. આજે સોમનાથ ખાતેથી કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી તો બીજી તરફ સાંજના સમયે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઈ માંડવીયા દ્વારા જુનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થનમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે જેમાં જુનાગઢ લોકસભા બેઠકના પ્રભારી, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ તેમજ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાની સાથે સ્થાનિક કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.
ઘર સંપર્ક અભિયાનની શરૂઆત: ભાજપ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ખાસ ઘર સંપર્ક અભિયાનની શરૂઆત કરી છે જેમાં જુનાગઢ લોકસભા બેઠક પર આજે કેન્દ્રીય પ્રધાન ડો.મનસુખભાઈ માંડવીયા દ્વારા પ્રત્યેક ઘરમાં જઈને અહીં રહેતા લોકોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી તેમજ ભાજપ સરકારની ઉપલબ્ધિઓ મતદારોને રૂબરૂ મળીને સમજાવી હતી. ઘર ચલો અભિયાન અંતર્ગત ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં ખૂબ બહોળા પ્રમાણમાં અભિયાન થકી ચૂંટણીમાં જીત મેળવવા માટે આશાવાદી છે જેની આજે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઈ માંડવીયાએ જુનાગઢમાં શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે તેમની સાથે ઉમેદવાર રાજેશ ચુડાસમા ધારાસભ્ય સંજય કોરડીયા સહિત જુનાગઢ શહેર ભાજપના પ્રમુખ અને અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા.