દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના કલાબેન ડેલકરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કલાબેન ડેલકરે પોતાના ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પોતાના નિવાસસ્થાને પૂજા કરી હતી. જે બાદ ભાજપ કાર્યાલયથી કલેકટર કચેરી સુધી ભવ્ય સંકલ્પ રે લી યોજી હતી. તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી તેઓ જંગી બહુમત સાથે વિજયી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દાદરા નગર હવેલીમાં ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરે ઉમેદવારી ફોર્મ ભર્યું પાર્ટીનો સંપૂર્ણ સહયોગ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ગત ટર્મના શિવસેનાના સીટીંગ સાંસદ કલાબેન ડેલકરને ભાજપમાં સામેલ કરી ટીકીટ આપી છે. જે અંતર્ગત લોકસભા બેઠકની ચૂંટણી માટે મંગળવારે ચૈત્રી આઠમના પવિત્ર દિવસે ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે કલાબેન ડેલકરે ભાજપના આગેવાનો સાથે સેલવાસ કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી જણાવ્યું હતું કે, આજના ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે ભાજપ પાર્ટીનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર જે વિશ્વાસ મૂક્યો છે તેમાં તે ખરા ઉતરશે.
BJP candidate Kalaben Delkar વિકસિત ભારતનું સપનું સાકાર થશે: ઉમેદવારી પત્ર નોંધાવતા પહેલા કલાબેન ડેલકરે પુત્ર અભિનવ ડેલકર સાથે સેલવાસના ભાજપ કાર્યાલય પર ઉપસ્થિત જંગી જનમેદનીનુ સંબોધન કર્યું હતું. જે બાદ ભવ્ય રેલી યોજી કાર્યકરો સાથે શક્તિપ્રદર્શન કર્યું હતું. કાર્યકરોના આશીર્વાદથી આ સીટ તેઓ જંગી બહુમતથી જીતશે. વિકસિત ભારતનું સપનું સાકાર થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
BJP candidate Kalaben Delkar ચૂંટણી પ્રચારમાં મતદારોને નિરાકરણની ખાતરી: હાલમાં લોકસભા ચૂંટણીને લઈને પ્રદેશના દરેક વિસ્તારમાં તેમનો ચૂંટણી પ્રચાર કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં તેઓ લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા છે. તે અંગે ભાજપના મોવડીઓ સાથે જરૂરી ચર્ચા કરી રહ્યા છે અને તેના નિરાકરણની ખાતરી મતદારોને આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
ચૂંટણીમાં જરૂર વિજય થશે: કલાબેનના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભાજપના કાર્યકરોમાં અનેરો જુસ્સો પૂરો પાડવા દાદરા નગર હવેલી દમણના પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ પ્રભારી, સહ પ્રભારી સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રભારી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, 400 પાર ભાજપનો સંકલ્પ છે. દાદરા નગર હવેલીમાં ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ ચૂંટણીમાં તેમનો જરૂર વિજય થશે.
કાર્યકરોએ જીતના આશીર્વાદ આપ્યા: ચૈત્રી આઠમના દિવસે તેમણે આ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જેમને આજે રેલીમાં ઉપસ્થિત તમામ કાર્યકરોએ જીતના આશીર્વાદ આપ્યા છે. આવનારી સાતમી મેના દિવસે તમામ ભાજપના કાર્યકરો જંગી મતદાન કરે તેવો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ સાથે પરિણામના દિવસે કાર્યકરો મોટી સંખ્યામાં વિજય યાત્રામાં જોડાશે.
નિવાસસ્થાને પૂજા બાદ સ્વર્ગીય મોહનભાઇ ડેલકરની તસવીરને પ્રણામ-તિલક કર્યા: ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલીના ભાજપના લોકસભા ચૂંટણીના ઉમેદવાર કલાબેન ડેલકરે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પોતાના નિવાસસ્થાને પૂજાનું આયોજન કર્યું હતું. પુત્ર અભિનવ ડેલકરે સાથે આ પૂજા કર્યા બાદ સ્વર્ગીય મોહનભાઇ ડેલકરની તસવીરને તિલક કરી પ્રણામ કરી સેલવાસ સ્થિત ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતાં. અહીં કાર્યાલય પર ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરી જીપમાં બેસી તમામનું અભિવાદન ઝીલવા સાથે વિશાળ રેલી યોજી કલેકટર કચેરી ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
- સુરત લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે સાદગીથી ભર્યુ ઉમેદવારી પત્ર - Lok Sabha Election 2024
- જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાનો ભવ્ય રોડ શો, વિજય મુહૂર્તમાં ભર્યું નામાંકન પત્ર - Lok Sabha Election 2024