ETV Bharat / state

મહેસાણામાં IT વિભાગના દરોડા : ટ્રોગન અને રાધે ગ્રુપની ઓફિસમાં બંધબારણે તપાસ શરૂ

એક તરફ BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. બીજી તરફ મહેસાણામાં ટ્રોગન ગ્રુપ અને રાધે ગ્રુપની ઓફિસમાં પણ IT વિભાગના દરોડા પડ્યા છે.

મહેસાણામાં IT વિભાગના દરોડા
મહેસાણામાં IT વિભાગના દરોડા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2024, 8:21 AM IST

Updated : Nov 30, 2024, 8:28 AM IST

મહેસાણા : BZ ગ્રુપના કૌભાંડના માહોલ વચ્ચે મહેસાણામાં રાધે, ટ્રોગોન અને ધરતી ગ્રુપની ઓફિસમાં ઈનકમ ટેક્સ (IT) વિભાગના દરોડા પાડ્યા છે. મહેસાણામાં ડી-માર્ટ સર્કલ પાસે આવેલ રાધે, ટ્રોગન અને માનવ આશ્રમ નજીક આવેલ ધરતી ગ્રુપની ઓફિસમાં IT ટીમોએ તપાસ શરૂ કરી હતી.

મહેસાણામાં IT વિભાગના દરોડા : મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપ ઉપર ઇન્કમ ટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ થયું છે. રાધે ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સ ટીમો દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. મહેસાણાના ડી-માર્ટ સર્કલ પાસે ટ્રોગન 2 કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસમાં તપાસ કરવામાં આવી રહી છે.

ટ્રોગન અને રાધે ગ્રુપની ઓફિસમાં બંધબારણે તપાસ શરૂ (ETV Bharat Gujarat)

ટ્રોગન અને રાધે ગ્રુપની તપાસ શરૂ : ટ્રોગન 2 કોમ્પલેક્ષ સ્કીમ રાધે ગ્રુપની છે. ત્યારે ટ્રોગન ગ્રુપ અને રાધે ગ્રુપની ઓફિસમાં અધિકારીઓની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. IT વિભાગના અધિકારીઓએ બંધ બારણે તપાસ શરૂ કરી હતી. સૂત્રોની માહિતી મુજબ તપાસમાં મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ અને કાચી ચિઠ્ઠીઓ મળી આવી હતી. દરોડા દરમિયાન SRP બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

  1. પાલનપુરમાં BZ કંપનીની બ્રાન્ચ પર લાગ્યા તાળા, સંચાલકો થયા ફરાર
  2. 6000 કરોડનું કૌભાંડ: B.Z કેમ્પસમાં બે દિવસથી CID ક્રાઈમની તપાસ

Last Updated : Nov 30, 2024, 8:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.