સાબરકાંઠા: અરવલ્લી જિલ્લામાં પોંજી સ્કીમ અંતર્ગત B.Z ગ્રુપ દ્વારા 6 હજાર કરોડથી વધુની સ્કીમાં હજારો લોકો ભોગ બન્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી CIDની રેડ બાદ 6 હજાર કરોડની ફરિયાદ થતાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં હડકંપ સર્જાયો છે. જોકે આજે જિલ્લાના કેટલાક લોકોએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ સ્કીમ કેટલાય સમયથી ચાલી રહી હતી. તેમજ કેટલાય લોકો આમારા સુધી આ સ્કીમની જાણકારી આપી હતી.
સાબરકાંઠાના હિંમતનગરના BZ ગ્રુપ દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડ અંતર્ગત કેટલાય લોકોના પૈસા અટવાઈ ચૂક્યા છે. ત્યારે સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં બે વર્ષ અગાઉ આ સ્કીમ મામલે કેટલાય લોકોએ સ્થાનિક કક્ષાએ પૈસા રોકવા માટે રજૂઆત કરી હતી. સાથે સાથે માસિક 3 ટકાથી લઈને 6 ટકા સુધી ઊંચું વ્યાજ આપવાની રજૂઆત કરી હતી. જોકે એક તરફ લાખો કરોડો રૂપિયા અટવાઈ ચૂક્યા છે. ત્યારે આ મામલે હજારો લોકો પોઝિશનના ભાગીદાર બનવા છતાં હજુ સુધી ખુલીને બહાર આવતા નથી.
5થી 25 ટકા વળતરના બહાને લોકોને ઠગ્યા
B.Z ગ્રુપ દ્વારા 5 ટકાથી લઈ 25% સુધી વ્યાજ વળતર આપવાની સ્કીમથી કેટલાય લોકો ઠગાયા છે. તેમજ હજુ પણ કેટલાય લોકો પૈસા જવાના દરે બોલી શક્યા નથી. ત્યારે CID આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરે તો હજુ પણ ખૂબ મોટું સ્કેન્ડલ બહાર આવે તેમ છે. સાથો સાથ રાજકીય પાર્ટીઓ સાથે નજીકનો ગરાબો ધરાવનારા કેટલાય લોકો પણ આજ સ્કીમનો ભોગ બનેલા છે. જોકે ગ્રુપના સંચાલક ભૂગર્ભમાં હોવાના પગલે સ્થાનિક કક્ષાએ હજુ પણ કેટલાય લોકો બોલી રહ્યા નથી. ત્યારે રોકાણકારોના નાણા પરત મળે તે જરૂરી છે. તેમ જ આગામી સમયમાં વહીવટી તંત્ર આવી સ્કીમ આદરનારાઓ સામે કડક પગલાં ભરી તમામ રોકાણકારોના નાણાં પરત અભાવે તે જરૂરી છે.
ભુપેન્દ્રસિંહ ઝાલા સામે રેડ કોર્નર નોટિસ
એક તરફ CID ક્રાઈમ દ્વારા 6,000 કરોડના કૌભાંડમાં ભાજપના સક્રિય સભ્ય બનેલા ભુપેન્દ્રસિંહ ઝાલા સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ છે. સાથોસાથ પાંચ જેટલા સંચાલકોની અટકાયત કરાઈ છે. ત્યારે રાજકીય વર્ગ ધરાવતા હોવાના પગલે આ મામલે મોટા પાયે ભૂમિકા ભજવાય તેવી સ્થાનિક રાજકીય તેમજ સામાજિક અગ્રણી માંગ કરી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ચાલતી આ સ્કીમના પગલે લાખો લોકોના કરોડો રૂપિયા અટવાયા છે. ત્યારે કાયદાનું પાલન થાય તે જરૂરી બન્યું છે. એક તરફ CID ક્રાઇમ દ્વારા અમદાવાદ ખાતે પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે. ત્યારે આગામી સમયમાં રોકાણકારોના નાણા પરત અપાવવા ગૃહ મંત્રી તેમજ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાશે.
જોકે આ તબક્કે ગુજરાત કોંગ્રેસના મહામંત્રી, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી તથા સામાજિક આગેવાન રામભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આ સ્કીમ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહી હોવા છતાં મોટાભાગના લોકો તેનાથી જાણીતા હતા. જોકે બેંક વ્યાજથી વધુ કોઈ ક્યારેય આપી ન શકે. સાથોસાથ 50 હજારથી વધારે રકમ હોય તો પાનકાર્ડ જરૂરી છે ત્યારે લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી થયા હોવા છતાં વાયા રૂટ તપાસ ન થઈ હોવાના પગલે આજે 6,000 કરોડ જેટલી રકમની ફરિયાદ થવા પામી છે. આગામી સમયમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા પાયારૂપ તપાસ થશે તો હજુ ઘણું મોટું કૌભાંડ બહાર આવશે. તેમજ જે લોકોના કરોડો રૂપિયા ફસાયા છે તે આપવા જરૂરી છે.
જોકે આગામી સમયમાં મામલે CID ક્રાઈમ દ્વારા ચાલી રહેલી તપાસ અંતર્ગત કેવા અને કેટલા ખુલાસા થાય છે તે પણ મહત્વનું બની રહે છે. સાથોસાથ હજારો રોકાણકારોના નાણા પરત મેળવવા માટે તંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે તે પણ મહત્વનું બની રહે છે.
આ પણ વાંચો: