ETV Bharat / business

અદાણી કેસમાં વિદેશ મંત્રાલયનું નિવેદન, "આ એક ખાનગી વ્યક્તિને લગતી બાબત છે" - ADANI CASE

અદાણી કેસ મામલે આખરે ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શું કહ્યું જુઓ...

ગૌતમ અદાણી
ગૌતમ અદાણી (Getty Image)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2024, 9:06 AM IST

નવી દિલ્હી : વિદેશ મંત્રાલય (MEA) દ્વારા તેમની સાપ્તાહિક બ્રિફિંગમાં જણાવાયું કે, અદાણી જૂથ અને યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ સાથે સંબંધિત કાયદાકીય મામલામાં ભારતને યુએસ તરફથી કોઈ સંદેશ મળ્યો નથી. આ મામલે અમેરિકા તરફથી કોઈ વિનંતી મળી નથી. આ એક ખાનગી વ્યક્તિ અને ખાનગી સંસ્થાઓને લગતી બાબત છે. ભારત સરકાર આ સમયે કોઈપણ રીતે તેનો ભાગ નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું કે, અમે આને ખાનગી કંપનીઓ અને વ્યક્તિઓ અને યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલી કાનૂની મામલો ગણીએ છીએ. સ્વાભાવિક રીતે આવા કિસ્સાઓમાં સ્થાપિત પ્રક્રિયાઓ અને કાનૂની માર્ગો છે, જેનું પાલન કરવામાં આવશે એવો અમને વિશ્વાસ છે. આ મુદ્દે ભારત સરકારને અગાઉથી જાણ કરવામાં આવી ન હતી.

રણધીર જયસ્વાલે વધુમાં કહ્યું કે, અમે આ ખાસ મુદ્દે અમેરિકી સરકાર સાથે કોઈ વાતચીત પણ કરી નથી. સમન્સ અથવા ધરપકડ વોરંટની સેવા માટે વિદેશી સરકાર દ્વારા કરવામાં આવેલી કોઈપણ વિનંતી પરસ્પર કાનૂની સહાયનો ભાગ છે, પરંતુ આવી વિનંતીઓની યોગ્યતાના આધારે તપાસ કરવામાં આવે છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને (SEC) ન્યૂ યોર્કના પૂર્વીય જિલ્લા માટે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અનુક્રમે આરોપ અને સિવિલ ફરિયાદ જારી કરી હતી.

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને સિનિયર એક્ઝિક્યુટિવ વિનીત જૈન પર લાંચ લેવાના કોઈપણ આરોપ નથી. અદાણી ગ્રૂપ હેઠળની પેઢી અદાણી ગ્રીને પણ તેના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં યુએસ કાનૂની કેસ અંગેના મીડિયા અહેવાલોને ખોટા ગણાવ્યા હતા.

  1. અદાણી ગ્રૂપ પર અમેરિકાના આરોપોની નહિવત અસર, શેરમાં સતત બીજા દિવસે તેજી
  2. લાંચના આરોપો નાબૂદ ન થાય ત્યાં સુધી અદાણીમાં કોઈ નવું રોકાણ નહીં: ટોટલ એનર્જી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.