સુરત:ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચેપરસોત્તમ રૂપાલાએ સુરતની મુલાકાત લીધી હતી. સુરતના પ્રસિદ્ધ ઉમિયાધામ મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં મંદિરમાં માતાજીના દર્શન કર્યા બાદ સાંજે સુરતના ગોપિન ગામ ખાતે સભાને સંબોધન કર્યું હતું.
સુરતમાં રૂપાલાનું સંબોધન - એક સમયે હું જાતે કહેવા નીકળતો કે બપોર પછી રૂપાલાની સભા છે - Parsottam Rupala visited Surat - PARSOTTAM RUPALA VISITED SURAT
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ સુરતની મુલાકાત લીધી હતી. સુરતમાં વસતા રાજકોટના પાટીદાર સહિત જુદા-જુદા સમાજના આગેવાનો સાથે મીટીંગ કરી ભાજપને મત આપવા અપીલ કરી હતી.
![સુરતમાં રૂપાલાનું સંબોધન - એક સમયે હું જાતે કહેવા નીકળતો કે બપોર પછી રૂપાલાની સભા છે - Parsottam Rupala visited Surat Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-04-2024/1200-675-21171850-thumbnail-16x9-.jpg)
Published : Apr 8, 2024, 7:17 AM IST
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે રાજકોટના સુરતમાં વસતા આગેવાનોનો હું આભાર વ્યક્ત કરું છું. કેટલાક આગેવાનોને ઘરે મળવાનું થયું. ઘામેલીયા પરિવારની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી, જેમાં બે ફટકા મારવાનો મને લાભ મળ્યો. સુરતની સભાઓમાં આવવું એ કોઈ નવો વિષય નથી. એક વખત હું અમરેલીથી સુરત સભા કરવા આવ્યો હતો. હું જાતે કહેવા નીકળતો કે બપોર પછી રૂપાલાની સભા છે. કાર્યકર્તા અને પાર્ટીની મહેનત રંગ લાવી અને આજે આખા દુનિયાના દૂરબીન આપણા દેશ પર મંડાયું. જુદા જુદા સમાજની માતાઓએ મારા દુખણા લીધા. મારી દોડાદોડીનો થાક ઉતરી ગયો. આ સભાની અંદર સુંદર મજાના આશિષ મારી માતા અને બહેનોએ આપ્યા.
આ સભામાં મૂળ રાજકોટ લોકસભાના અને રોજગારી માટે સુરત સ્થાયી થયેલા લોકો તેમજ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, ગુજરાત સરકારના રાજ્યકક્ષાના પ્રધાન પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય વિનુ મોરડીયા, કાંતિ બલર, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, ઉદ્યોગપતિ લવજી બાદશાહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.