બનાસકાંઠા: નવા વર્ષમાં સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને આઠ તાલુકાનો સમાવેશ કરીને નવો વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી હતી. ત્યારથી લઈને હજુ સુધી બનાસકાંઠા વિભાજનનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. કેટલીક જગ્યાએ લોકો ખુશ છે તો કેટલીક જગ્યાએ લોકો નારાજ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લા વિભાજનની લડાઈ અત્યારે આરપારની લડાઈ બની ગઈ છે.
આજરોજ ધાનેરામાં હિત રક્ષક સમિતિ દ્રારા ધાનેરામાં આવેલ હનુમાન ત્રણ રસ્તા પાસે આવેલ હનુમાન મંદિર ખાતે હિત રક્ષક હવન યજ્ઞ કાર્યક્રમ યોજી હનુમાન દાદાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. શાસ્ત્રીય દ્વારા મંત્રોચાર કરી હવન યજ્ઞ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં લોકો હવન યજ્ઞમાં જોડાયા અને ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે ભગવાનને પ્રાર્થના કરવા આવી હતી.
બીજી બાજુ વાવ થરાદના સમર્થનમાં રેલી યોજાઈ હતી, વિશાળ જનમેદની સાથે બાઈક રેલી યોજી સમર્થન સામે આવતા રાજકીય ભૂકંપ સર્જાયો અનેક આગેવાનોએ વાવ થરાદ જિલ્લાનું સમર્થન કરી કહ્યું કે, અમારો જિલ્લો વાવ થરાદ... ત્યારે જોવાનું એ રહ્યું કે, આવનાર સમયમાં આ જિલ્લા વિભાજનનો મુદ્દો કેવા કેવા વળાંક લે છે.
આમ તો ધાનેરામાં વાવ થરાદ જિલ્લાને લઈ આક્રોશ હતો, પણ આજે વિશાલ બાઈક રેલી દ્રારા વાવ થરાદ જિલ્લાની જ માંગ કરતા ધાનેરા તાલુકાનું રાજકીય ગણિત જ બદલાઈ ગયું. અનેક ગામડાથી લોકો મોટી સંખ્યામાં બાઈક રેલીમાં જોડાતા પ્રબળ સમર્થન વાવ થરાદ જિલ્લાને આજે ધાનેરામાં મળ્યું હતું.