ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં કોયલી નજીક રિફાઇનરી બ્લાસ્ટમાં 2ના મોત, 3 ઈજાગ્રસ્ત - VADODARA BLAST INCIDENT

વડોદરા જિલ્લામાં કોયલી નજીક ગુજરાત રિફાઇનરી ખાતે આગ લાગવાની ઘટના હતી. ત્યારે આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.

વડોદરામાં કોયલી નજીક રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ, ઘટનામાં 1 નું મોત અને 2 ઇજાગ્રસ્ત
વડોદરામાં કોયલી નજીક રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ, ઘટનામાં 1 નું મોત અને 2 ઇજાગ્રસ્ત (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2024, 8:18 AM IST

Updated : Nov 12, 2024, 11:42 AM IST

વડોદરા:જિલ્લામાં કોયલી નજીક ગુજરાત રિફાઇનરી ખાતે લાગેલી આગને પગલે તકેદારીના ભાગરૂપે સ્થાનિક લોકોને પોતાના ઘરમાં રહેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. માત્ર 5 કલાકના ગાળામાં 2 પ્રચંડ ધડાકા સાથે આગ અને ટેન્ક પાડવાની ઘટના બાદ વણસેલી પરિસ્થિતિ એ વધુ એક ટેંકને પોતાની ઝપટમાં લીધી હતી. ત્યારે જો આગ વધુ ફેલાય અને તેનું ધુમાડો પણ નુકસાન ન કરે તે માટે તેમજ કોઈ વિકટ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સ્થાનિક પોલીસ દ્વારા કોયલી ગામ અને આસપાસમાં રહેતા 5000 લોકોને પોતાના ઘરમાં જ રહેવા માટે જણાવવામાં આવ્યું હતું.

ધર્મજ ગામના 2 યુવાનો ગુમ થતાં પરિવારો ચિંતિત: ગુજરાત રિફાઇનરીમાં થયેલી દુર્ઘટના બાદ ધર્મજ ગામના આગેવાન સાથે સ્થાનિક લોકો રિફાઇનરી ખાતે દોડી આવ્યા હતા. જે પૈકી ધર્મજ ગામના લોકોએ 2 યુવાનો ગુમ હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેમના અંગે કંપનીના સત્તાધીશો કોઈ જવાબ આપતા નથી.

આગમાં 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત:જાણવા મળતી માહિતી મુજબ 3 ઇજાગ્રસ્ત કર્મચારીઓને GI હોસ્પિટલમાંથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ આગળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પરિવારજનોને મળી સાંત્વના આપી હતી. આ દરમિયાન પરિવારજનોએ જણાવ્યું હતું કે, દીકરો જીવે તે માટે પ્રાર્થના કરીએ છીએ. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 3 વ્યક્તિ અતિ ગંભીર છે. કુલ કેટલા ઇજાગ્રસ્ત થયા છે તેની ચોક્કસ માહિતી હાલ પણ કંપની આપતી નથી.

સારવાર દરમિયાન 2ના મોત: આ ઘટનામાં રિફાઇનરીમાં કામ કરતા 2 લોકોના મોત થયા છે. બ્લાસ્ટ બાદ ધીમંત મકવાણા નામનો યુવક ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. ત્યારે આ કર્મચારી તારાપુરનો રહેવાસી હતો.

આ પણ વાંચો:

  1. વડોદરામાં કોયલી નજીક રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ, 2 કિમી સુધીનો વિસ્તાર ધુમાડાથી ઘેરાયો
Last Updated : Nov 12, 2024, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details