ખેડા:સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ ખાતે હાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વિક્રમ સંવત 2081એ કારતક સુદ બારસની તિથિએ શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થતાં અને 201મું વર્ષ શરૂ થયું છે. ત્યારે વડતાલ મંદિરને ભવ્ય રોશનીથી સજાવવામાં આવ્યું છે.
વડતાલ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું: દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી નિમિત્તે વડતાલ મંદિરને ભવ્ય રોશનીથી સજાવવામાં આવ્યું છે. સમગ્ર મંદિર પરિસરને ઝળહળતું કરવામાં આવ્યું છે. સોનેરી મંદિર રોશનીમાં દિવ્યતાની અનુભુતિ કરાવી રહ્યું છે. ત્યારે વડતાલ ધામ ખાતે પહોંચી રહેલા હજારો હરિભક્તો ભગવાનના દર્શન કરવા સાથે ઝળહળતા મંદિરને નિહાળી ધન્યતા અનુભવી રહ્યા છે. મહોત્સવમાં સહભાગી થવા દેશ વિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો વડતાલ ખાતે ઉમટી પડ્યા છે.