ગુજરાત

gujarat

ETV Bharat / state

ભૂજ-નખત્રાણા રોડ હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે, 939 કરોડ રુપિયા મંજૂર - BHUJ NAKHTRANA CORRIDOR

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ભૂજથી નખત્રાણા 45 કિ.મી. રોડ ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટે 939 કરોડ રુપિયા મંજૂર કર્યા છે.

ભૂજ-નખત્રાણા 45 કિમી રોડ ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે
ભૂજ-નખત્રાણા 45 કિમી રોડ ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2024, 2:29 PM IST

Updated : Dec 7, 2024, 2:34 PM IST

ગાંધીનગર:ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓ સહિત મુખ્ય માર્ગોના માળખાકીય વિકાસને પ્રાથમિકતા આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ભૂજથી નખત્રાણા 45 કિ.મી. રોડ ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટે 939 કરોડ રુપિયા મંજૂર કર્યા છે.

પ્રવાસન સ્થળોની મુસાફરી માટે સુગમતા:હાલમાં 10 મીટર પહોળાઈનો આ માર્ગ હાઈ સ્પીડ કોરીડોર થવાથી સુપ્રસિધ્ધ તીર્થ સ્થળ માતાના મઢ તેમજ નારાયણ સરોવર અને ધોરડો તથા સફેદ રણ જેવા પ્રવાસન સ્થળોની મુસાફરી માટે ભવિષ્યમાં વધુ સુગમતા થશે. એટલું જ નહિ, આ રસ્તો આંતરરાષ્ટ્રીય સરહદ અને પાનન્ધ્રો લિગ્નાઈટ માઈન્સને જોડતો સૌથી મહત્વનો માર્ગ છે.

કચ્છ અને તેના આસપાસના જિલ્લાઓ અને દેશભરના અન્ય રાજ્યો વચ્ચે મહત્વપૂર્ણ કડી છે. આમ, ૪૫ કિ.મી.નો આ ભૂજ-નખત્રાણા માર્ગ ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર થવાથી સરળ, ઝડપી અને ઈંધણ બચત યુકત પરિવહન ભવિષ્યમાં શક્ય બનશે.

આ પણ વાંચો:

  1. નકલી ED રેઈડ કેસ: આરોપીએ કેવી રીતે બનાવ્યું ID કાર્ડ? પૂછપરછમાં થયો ખુલાસો
  2. છોટાઉદેપુરમાં સગીરા સાથે દુષ્કર્મ કેસ: ગુનેગારને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી, જાણો..
Last Updated : Dec 7, 2024, 2:34 PM IST

ABOUT THE AUTHOR

...view details