કચ્છ :ગતરોજ 6 જાન્યુઆરીના રોજ સવારે 6 વાગ્યાની આસપાસ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં 22 વર્ષની ઇન્દ્રા મીણા યુવતી પડી ગઈ હતી. યુવતીને બચાવવા ખાસ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું જે 34 કલાક બાદ પૂર્ણ થયું છે, અને યુવતીને આખરે બહાર કાઢવામાં આવી છે.
500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી યુવતી :ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં અકસ્માતે પડેલી યુવતીને બચાવવા માટે છેલ્લાં 34 કલાકથી ભારે મથામણ કરવામં આવી હતી જોકે, યુવતીને જીવતી બહાર કાઢવામાં તંત્રને સફળતા મળી નથી. યુવતીને બચાવ માટે NDRF, BSF, ફાયર વિભાગ, ડિઝાસ્ટર વિભાગ, આર્મી અને સ્થાનિક વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યા હતાં, 22 વર્ષીય ઇન્દ્રા મિણાએ બોરવેલમાં જ દમ તોડ્યો હતો.
કંઢેરાઈ ગામે બોરવેલમાં પડી ગયેલી યુવતીને બહાર કઢાઈ (Etv Bharat Gujarat) કલાકો સુધી બોરવેલમાં ફસાઈ જવાના લીધે ઈન્દ્રાનું શરીર ફુલાઈ ગયું હતું જેથી તેને બહાર કાઢવામાં ખુબ જ જહેમત કરવી પડી હતી. યુવતી મૃત્યુ પામતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બીજી તરફ બોરવેલમાં પડી જવાથી યુવતીનું મૃત્યુ થયું છે ? કે યુવતીએ કર્યો આપઘાત કે પછી આ છે હત્યાનો કેસ ? તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે, જે પણ સત્ય હશે તે આગામી સમયમાં પોસ્ટ મોર્ટમ સહિતના રિપોર્ટ બાદ થશે તમામ માહિતી સ્પષ્ટ
કંઢેરાઈ ગામે બોરવેલમાં પડેલી 22 વર્ષીય યુવતીને આખરે 34 કલાકની ભારે મથામણ બાદ બહાર કઢાઈ (Etv Bharat Gujarat) 60 ફૂટ પર આવી યુવતી અને હૂક છટક્યો...
આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન રાત્રે 3:30 વાગ્યાના સમયમાં આ યુવતી 60 ફૂટ પર આવી ગઈ હતી. કમનસીબે યુવતી હૂક પરથી છટકી ગઈ અને પાછી બોરવેલમાં પડી ગઈ, તેને બચાવવાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યું હતું અને યુવતી 300 ફૂટ પર અટકી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે પ્રશાસન દ્વારા રોબોટની મદદથી પણ યુવતીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે સફળ થયો ન હતો.
કંઢેરાઈ ગામે બોરવેલમાં પડેલી 22 વર્ષીય યુવતીને આખરે 34 કલાકની ભારે મથામણ બાદ બહાર કઢાઈ (Etv Bharat Gujarat) યુવતીની સ્થિતિ શું છે ?આ પહેલાબોરવેલમાં ફસાયેલ યુવતીની સ્થિતિ વિશે પ્રાંત અધિકારી જણાવ્યું હતું કે, યુવતીને નીચેથી સપોર્ટ આપવા અને એલ હૂક બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે, જેથી છોકરી વધુ નીચે ન જાય. વહેલી તકે યુવતીને બહાર કાઢવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
34 કલાક ચાલેલું રેસ્કયુ ઓપરેશન પૂર્ણ (Etv Bharat Gujarat) 33 કલાકથી યથાવત રેસ્ક્યુ ઓપરેશન :આ બોરવેલનું મોં 1 ફૂટનું છે. જોકે, બોરવેલ ઘણા સમયથી બંધ હાલતમાં હતી અને મોટા પથ્થરોથી ઢંકાયેલી હતી, આથી યુવતી બોરવેલમાં કેવી રીતે પડી તે અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. ખાસ વાત કરવામાં આવે તો આ યુવતીનો મોબાઈલ પણ બોરવેલમાં છે, મેડિકલ ટીમ દ્વારા યુવતીને ઓક્સિજન પણ પૂરો પાડવામાં આવ્યો હતો. બીજી તરફ આ યુવતી પર કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
- બાળક 15 કલાક પછી પણ બોરવેલમાં, 6 વર્ષનો મયંક 60 ફૂટ ઊંડે પડ્યો
- કચ્છના કંઢેરાઈમાં 19 વર્ષીય યુવતી 28 કલાકથી બોરવેલમાં, 300 ફૂટ દૂર