ભાવનગર:શહેરથી અંદાજે 20 કિલોમીટર આવેલા અંધારીયાવાડમાં એક જ પરિવારનું સંયુક્ત મોટું કુટુંબ વસવાટ કરે છે. ઈટીવી ભારતની ટીમ આ અંધારીયા વાડમાં 2016 થી આધુનિક ખેતી કરતા યુવાન ખેડૂત કિશોરભાઈ વેગડની મુલાકાતે પહોંચી હતી. કિશોરભાઈ હાલમાં સીમલા મિર્ચ અને ખીરા કાકડીની આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. જો કે આ સાથે તેઓ અન્ય પ્રકારની પણ વિવિધ ખેતી કરી રહ્યા છે.
સિમલા મરચાની ખેતીનો વિચાર
ભાવનગરના અંધારીયાવાડમાં રહેતા કિશોરભાઈ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, હાલ તેમને સરકારની સબસીડીનો લાભ લીધો છે. સરકારની સબસીડીમાંથી તેમણે ડોમ ઊભા કર્યા છે. આ બે ડોમમાં એકમાં સીમલા મરચા અને એકમાં ખીરા કાકડીનું વાવેતર કર્યું છે. સરકાર 65 ટકા સબસીડી આપે છે, ત્યારે એક ડોમનો ખર્ચ 3.50 લાખ જેટલો થાય છે અને તેમણે બે ડોમમાં હાલ સિમલા મરચા અને ખીરા કાકડીનું વાવેતર કર્યું છે.જેમાં ઉત્પાદનની શરૂઆત થઈ ગઈ છે.
ભાવનગરના પંથકના યુવા ખેડૂતની કૃષિમાં કરામત (Etv Bharat Gujarat) લાલ પીળા અને લાલ સિમલા મરચાની માંગ
ભાવનગર યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ થયેલા યુવાન ખેડૂત કિશોરભાઈએ વધુાં જણાવ્યું હતું કે, તેમના પિતા અગાઉ સામાન્ય કપાસ, મગફળીને ડુંગળીની ખેતી કરતા હતા પરંતુ 2016થી તેમણે સીમલા મરચાની ખેતીનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ એક વર્ષ ડ્રોપ લઈને ફરી 2023થી સીમલાના લાલ,પીળા અને લાલ મરચાનો વાવેતર તેઓ કરી રહ્યા છે. જો કે આ મરચાંની માંગ ખાસ કરીને રેસ્ટોરન્ટ, હોટલ્સ જેવા સ્થળો ઉપર વધારે રહેવામાં પામે છે, જે કોઈને જોતા હોય તે એડવાન્સમાં બુકિંગ કરાવે છે અને ત્યારબાદ તેટલી માત્રામાં મરચાં મોકલી આપવામાં આવે છે.
અંધારીયાવાડના યુવા ખેડૂતની ધગશ, મહેનત અને કોઠાસૂઝ આવી કામ (Etv Bharat Gujarat) ડોમમાં વધારે થાય છે મરચાનું ઉત્પાદન
ખેડૂત કિશોરભાઈએ જણાવ્યું હતું કે સીમલા મરચા ખાસ કરીને ભાવનગર જિલ્લાની સ્થાનિક ખેતી નથી. પરંતુ ડોમમાં સીમલા મરચા અને ખીરા કાકડીનું વાવેતર કરવાથી તાપમાન જળવાઈ રહે છે, જેને પગલે ઉતારો સારો આવે છે. હાલમાં ઠંડીની સિઝનમાં જાકળની અસર થતી નથી. ડોમમાં મરચાનું ઉત્પાદન વધારે થાય છે જેથી બગડવાનો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી.
ઓફ સીઝનમાં કેપ્સીકપ,ખીરા,કાકડીની સફળ ખેતી કરે છે કિશોર વેગડ (Etv Bharat Gujarat) ધગશ, મહેનત અને કોઠાસૂઝ આવી કામ
યુવાન ખેડૂત કિશોરભાઈ વેગડે જણાવ્યું હતું કે, ખેતીમાં લગભગ તેમને 17 વર્ષ થઈ ગયા છે, પહેલા તેઓ અભ્યાસ કરતા હતાં અને ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ તેમના પિતા ખેતી હતી કે જેમાં ચીલાચાલુ ખેતી કરતા હતા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કિશોરભાઈએ યુટ્યુબના માધ્યમથી તેમને અલગ-અલગ જગ્યાએ જઈને અલગ ખેતી કરવાનો વિચાર આવ્યો. શરૂઆતમાં તેમણે કોઠા સુઝથી નાનો ડોમ બનાવ્યો હતો. જેમાં ખીરા, કાકડી અને કેપ્સીકમ મરચાની ખેતી કરવાની શરૂઆત કરી અને લગભગ 2016માં તેની ખેતી શરૂ કરી હતી. હવે સરકાર દ્વારા તેમને મીની નેટ હાઉસ મળેલા છે એમાં વ્યવસ્થિત રીતે ખીરા કાકડી અને કેપ્સીકમની ખેતી કરે છે.
અંધારીયાવાડના યુવા ખેડૂતની ધગશ, મહેનત અને કોઠાસૂઝ આવી કામ (Etv Bharat Gujarat) યુવાન ખેડૂત કિશોરભાઈએ જણાવ્યું હતું કે, કેપ્સિકમ મરચા લીલા, પીળઆ અને લાલ એમ ત્રણ કલરના થાય છે,લીલા કલરના કેપ્સીકપ મરચા માર્કેટમાં 50 થી 60 રૂપિયા પ્રતિકિલો વેંચાઈ છે. જ્યારે લાલ અને પીળા કેપ્સીકમ 80 થી 200 રૂપિયા કિલો સુધી ભાવ મળી રહે છે.
કેપ્સીકમ, કાકડી અને ખીરાની ખેતીમાં હાંસલ કરી મહારત (Etv Bharat Gujarat) વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વેલાવાળા શાકભાજી ઓફ સીઝનમાં કરવાના હોય છે, ત્યારે શિયાળામાં અમે મરશીંગ અને ગ્રો કવરની ખેતી કરીને તુરીયા, ગલકા, કાકડી એવી ખેતી કરીએ છીએ એમાં પણ સારા ભાવ મળી રહે છે.
જ્યારે મારા પિતા ખેતી કરતા આજથી આઠ દસ વર્ષ પહેલાં ત્યારે અમારે વાર્ષિક બે અઢી લાખ રૂપિયા ખેતીમાંથી મળતા, અત્યારે આ બધી આધુનિક ખેતી કરવાથી લગભગ દસ-બાર લાખ રૂપિયાની ઇન્કમ મળે છે.
ભણેલા યુવાનોને અત્યારે આધુનિક રીતે ટેકનોલોજી સાથે ખેતી કરીને વધારે આવક મેળવવી જોઈએ. વધારે આવક મેળવવા માટે વધારે દ્રીપ ઇરીગેશન અને નેટ હાઉસની ખેતી કરી વધારે આવક મેળવી શકાય છે.
- સુગંધી શિયાળો: દેશી-વિદેશી રંગબેરંગી ફુલોથી મહેક્યું ભાવનગર, ગાર્ડનીંગ માટે કેમ છે અગ્રેસર ? જાણો
- 'અમારી અધોગતિ બેઠી', મગફળી વેંચવા આવેલા ખેડૂતના શબ્દ, મગફળીની મબલખ આવક વચ્ચે ભાવનગરમાં ટેકાનું કેન્દ્ર જ નથી બોલો...