કયો પક્ષ તેનો ફાયદો લઇ શકે છે તેની ચર્ચા ભાવનગર : સમગ્ર દેશમાં પાંચ વર્ષે કેન્દ્ર સરકારની ચૂંટણી ત્યારબાદ રાજ્ય સરકારની ચૂંટણીઓ પણ સમયાંતરે આવતી રહેતી હોય છે. જો કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ નવી પેઢીઓ પણ અસ્તિત્વમાં આવે છે, એટલે કે નવા મતદારોનો ઉમેરો થતો જાય છે. ભાવનગર શહેર અને જિલ્લામાં લોકસભા બેઠક તેમજ ધારાસભા બેઠક ઉપર કેટલા નવા મતદારો ઉમેરાયા છે. 2019 થી 2024 વચ્ચેના ગાળામાં આવેલા નવા મતદારોથી લોકસભાની ચૂંટણી ઉપર તેનો ફાયદો કોને મળી શકે છે.
2019 થી 2024માં કેટલા મતદારો વધ્યા : ભાવનગર લોકસભા બેઠક ઉપર કુલ 7 ધારાસભા બેઠકો આવેલી છે. ત્યારે 2019માં અને 2024 સુધીમાં આ દરેક ધારાસભ્યોને બેઠક ઉપર કેટલા નવા મતદારો આવ્યા તે જાણીયે. તો મહુવા બેઠક ઉપર 2019 માં 2,18,720 મતદારો હતા જ્યાં આજે 2,45,028 મતદારો છે. જ્યારે તળાજા બેઠક ઉપર 2019માં 2,28,543 અને 2024 માં 2,53,067 મતદારો થઈ ચૂક્યા છે. ગારીયાધાર બેઠક ઉપર 2019 માં 2,09,161 મતદારો હતા ત્યાં આજે 2,26,411 મતદારો છે.
પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, પૂર્વ અને પશ્ચિમમાં કેટલો વધારો : ભાવનગર લોકસભા બેઠક ઉપર પાલીતાણા બેઠકમાં 2019 માં 2,56,898 મતદારો હતા જે આજે 2024 માં 2,79,721 થયા છે. ત્યારે ભાવનગર ગ્રામ્યમાં 2019 માં 2,67,671 મતદારો 2024 માં વધીને 2,98,004 થયા છે. જ્યારે ભાવનગર પૂર્વ બેઠક ઉપર 2019માં 2,49,648 મતદારો હતા જે 2024 માં 2,63,124 થયા છે. જ્યારે ભાવનગર પશ્ચિમમાં 2,48,405 મતદારો હતા એ 2024 માં 2,61,189 થવા પામ્યા છે. આમ 2019 માં કુલ મતદારો 16,79,046 હતા જે આજે 18,27,144 થયા છે. આમ 1,48,098નો વધારો 2019 થી આજ દિવસ સુધી થયો છે.
નવા મતદારથી કોને કેટલા ફાયદા ગેરફાયદા : ભાવનગરના પીઢ પત્રકાર અરવિંદ સ્વામીએ જણાવ્યું હતું કે લોકસભાની બેઠક ઉપર 2019માં જે મતદારો હતા એની સરખામણીમાં 2024 માં 80 થી 90 હજાર મતદારોનો વધારો થયો છે.
એ બધી નવી પેઢીના મતદારો છે. મોટાભાગે બધા નવી પેઢીના મતદારો છે અને એમાંથી મોટાભાગના લોકો પહેલી વખત મતદાન કરે છે સવાલ એ છે કે આ નવા મતદારો છે એનાથી કઈ પાર્ટીને ફાયદો થશે ? તો મારો એવો મત છે કે એનાથી સૌથી વધુ ફાયદો ભાજપને થશે એટલા માટે કે કોંગ્રેસનું શાસન છેલ્લા બે અઢી દાયકાથી કોઈએ જોયું જ નથી. નવા મતદારો છે એ ભાજપની કામગીરીથી વાકેફ છે. જ્યારે કોંગ્રેસના જે મતદારો હતા મૂળભૂત જે મતદારો હતા. એની તો અત્યારે બીજી પેઢી ચાલે છે એવા મતદારો બહુ ઓછા છે. થોડા ઘણા અંશે બીજી કોઈ પાર્ટીના ફાયદો થાય તો એક અલગ વાત છે કારણ કે બધા જ યુવા મતદારો છે અને નવી પેઢીમાં બધા પહેલી વખત મતદાન કરી રહ્યા છે...અરવિંદ સ્વામી ( વિશ્લેષક )
કોંગ્રેસ અને આપનો પણ થઇ શકે ફાયદો : જ્યારે અન્ય એક પીઢ પત્રકાર મહેન્દ્રભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે પહેલી વાત કરીએ કે નવી પેઢીના ફાયદામાં ખાસ કરીને જો વિદ્યાર્થીઓને જોઈએ તો જે કોપી કેસના કિસ્સામાં બહુ મોટો આંકડો બહાર આવેલો. એક ઉધાર પાસુ રહે. 1,00,000 ની સંખ્યા વધી છે તો આપણે માનીએ કે 50 ટકા મતદાન થાય તો 50,000 થાય. ભાજપને કાંઈ બહુ મોટો ફાયદો નહીં થાય. પણ હા, એની લીડમાં તેના બચાવવા આ વસ્તુ ઉપયોગી થઈ શકે. ભાજપના ઉમેદવાર હજી નક્કી નથી. જ્યારે કોંગ્રેસને આપ તરફથી એક યુવાનને ખાસ કરીને ટિકિટ આપવામાં આવી છે ત્યારે આ ફાયદો એમને પણ થાય.
- Bhavnagar News : ભાવનગરમાં સત્તા ભલે ન મળી પણ સીપીએમના નેતા અરુણ મહેતાનો દબદબો રહ્યો, આજનું રાજકારણ જાણો
- Loksabha Election 2024: ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીની શું રહેશે સ્ટ્રેટેજી? ઉમેશ મકવાણા સાથે ETV BHARATની ખાસ વાતચીત