ગુજરાત

gujarat

ETV Bharat / state

'સારું પણ થયું અને ખરાબ પણ...' ધોરણ 12ની 15 દિવસ વહેલી યોજાનારી પરીક્ષા અંગે જાણો વિદ્યાર્થીઓએ શું કહ્યું... - GSEB EXAM 2024

વહેલી યોજાયેલી ધોરણ 12ની પરીક્ષાને પગલે ભાવનગર શહેરમાં વિદ્યાર્થીઓ સાથે ETV BHARATએ ખાસ વાત કરી હતી. જાણો વિદ્યાર્થીઓનું શું કહેવું છે.

ધોરણ 12ની યોજાનારી પરીક્ષા અંગે જાણો વિદ્યાર્થીઓના મત
ધોરણ 12ની યોજાનારી પરીક્ષા અંગે જાણો વિદ્યાર્થીઓના મત (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2024, 5:46 PM IST

ભાવનગર: ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ જાહેર કરી દેવામાં આવી છે. જો કે ઇતિહાસમાં પહેલી વખત બીજા મહિનાના અંતમાં બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. ત્યારે ETV BHARATએ ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે તારીખને લઈને ફાયદા-નુકસાન વિશે ખાસ ચર્ચા કરી હતી.

શહેરમાં ધોરણ 12ના વિધાયર્થીઓનો મત: ભાવનગર શહેરમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી. ભાવનગરની સરદારનગર શાળાના ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષાને બે નજરથી જોઈ રહ્યા છે. કોઈ નુકસાનમાં તો કોક તેને ફાયદામાં ગણે છે.

ધોરણ 12ની યોજાનારી પરીક્ષા અંગે જાણો વિદ્યાર્થીઓના મત (Etv Bharat Gujarat)

એક વિદ્યાર્થીએ જણાવ્યું કે,' પરીક્ષા વહેલા લેવાય રહી છે. તે સારૂ જ થયું છે. જેથી વિદ્યાર્થીઓને પછી કયો કોર્સ સિલેક્ટ કરવો તેના માટે વધુ સમય મળી રહે.' તે ઉપરાંત શાળાના શિક્ષક જોડે વાત કરતા તેમણે જણાવ્યું કે,' અમે શાળામાં પહેલી જ કોર્સ જલદી પતી જાય અને વિદ્યાર્થીઓને વાંચવા માટે પૂરતો સમય મળી રહે તેવી રીતે જ આયોજન અગાઉથી જ કરેલું હતું.'

તેમજ એક વિદ્યાર્થીની દ્વારા જણાવાયું હતું કે,' આમ જો 15 દિવસ બાદ પરિક્ષા લેવાય તો અમને સ્કૂલ તરફથી એક પ્રી ટેસ્ટ પણ થઈ શકે છે અને વિદ્યાર્થીઓને લાસ્ટ ટાઈમમાં જે પ્રશ્નો હોય તે પણ ઉકેલી શકાય છે. એક બાજુ સારું પણ થયું છે ને ખરાબ પણ.'

આ પણ વાંચો:

  1. GUJCET Exam 2025: ગુજકેટની પરીક્ષાની તાારીખ સાથે પરીક્ષાનું માળખું પણ જાહેર કરાયું
  2. GSEB Exam Time Table: ધો.10-12 બોર્ડની પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર લેવાશે?

ABOUT THE AUTHOR

...view details