સિહોરના ઘાંઘળી રોડ પરની ફેકટરીમાં બોઈલરમાં બ્લાસ્ટ ભાવનગરઃ જિલ્લાના સિહોર તાલુકાના ઘાંઘળી રોડ ઉપર આવેલી રોલિંગ મિલ અને ફરનેશ ફેક્ટરીઓમાં વારંવાર બ્લાસ્ટ થવાના કિસ્સાઓ બનતા રહે છે ત્યારે ફરી ઘાંઘળીરોડ ઉપર આવેલી વેગો એલોયઝ કંપનીમાં મોડી રાત્રે બોઇલર ફાટવાના પગલે ત્રણ જેટલા લોકોને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. જે પૈકી બે લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. વારંવાર બનતા બનાવને પગલે મજૂરોના ભોગ લેવાય રહ્યા છે ત્યારે સુરક્ષાની વ્યવસ્થા સામે સવાલ આ પ્રકારની ફેકટરીઓ સામે ઉભો થયો છે. બનાવ પગલે ભાવનગર કલેકટર દ્વારા તપાસ કરવા ટીમ રવાના કરાઈ છે.
સિહોરના ઘાંઘળી રોડ પરની ફેકટરીમાં બોઈલરમાં બ્લાસ્ટ વેગા એલોયઝ કંપનીમાં દુર્ઘટનાઃ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઘાંઘળી રોડ ઉપર આવેલી વેગા એલોયઝ કંપનીમાં ગત મોડી રાત્રે બોઈલર ફાટવાના કારણે ભયંકર બ્લાસ્ટ થવાથી 3 મજૂરો ઇજાગ્રસ્ત થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બ્લાસ્ટ થતા કામ કરી રહેલા 3 પરપ્રાંતિય મજૂરોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન બે પરપ્રાંતિય મજૂરોના મૃત્યુ નીપજ્યા હતા. બનાવ બાદ સ્થાનિક તંત્ર દ્વારા આગળની ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સિહોરના ઘાંઘળી રોડ પરની ફેકટરીમાં બોઈલરમાં બ્લાસ્ટ 2ના મૃત્યુ, 1ની સ્થિતિ ગંભીરઃ વેગા એલોયઝમાં બનેલા બનાવમાં મૃત્યુ પામનાર પરપ્રાંતીય મજૂરોમાં લાલબાબુ તિવારી આશરે 47 વર્ષીય અને હરીન્દ્ર માંઝી આશરે 48 વર્ષીયનું સારવારમાં મૃત્યુ થયું છે. બંને મૃતકો વધારે પડતા દાઝવાને કારણે સારવારમાં મૃત્યુ પામ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે અન્ય એક ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવારમાં હોઈ તેને ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. બનાવને લઈને સ્થાનિક તંત્ર દોડતું થયું હતું.
સમગ્ર ઘટનાને લઈને ભાવનગરના કલેક્ટર આર. કે. મહેતાએ જણાવ્યું હતું કે, જે મુજબ માહિતી મળી છે તે પ્રમાણે વેગા એલોયઝમાં કંપનીમાં ઘાંઘળી રોડ પાસે કંપની છે ત્યાં લોખંડના બેલેટ્સને ઓગળીને કામ કરે છે. એ કારખાની અંદર જે લોખંડનો પ્રવાહી છે તે કોઈક કારણસર છલકાતા બે મજૂરોના મૃત્યુ થયા છે.જ્યારે એક સારવારમાં ખાનગીમાં લઇ જવાય છે. બનાવને લઈને પોલીસ ડિપાર્ટમેન્ટ અને મામલતદાર સ્થળ ઉપર ગયા છે અને સેફટી બાબતને લઈને કોઈ તકલીફ હતી કે કેમ તે તપાસ કરીને રિપોર્ટ કરશે. બાદમાં કારણ સામે આવશે.
- ઉત્તર પ્રદેશમાં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટથી 12ના મોત, 20 થયા ઈજાગ્રસ્ત
- મોરબીના બગથળા નજીક ફેકટરીમાં બોઈલર બ્લાસ્ટ થતા બે યુવાનોના મોત, એકને ઈજા