ભાવનગર: આજે રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોરે સિહોર અને ભાવનગર સહિત બોટાદના ગઢડામાં વાતાવરણમાં પલટો નોંધાયો છે. અનેક વિસ્તારોમાં મિનિ વાવાઝોડા બાદ ચોમાસાની જેમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ગરમીમાં નાગરિકોને રાહત મળી છે.
ભાવનગરના સિહોર પંથકમાં કરા પડ્યા, જિલ્લાના વાતાવરણમાં પલટો - Bhavnagar Sihor Unseasonal Rain
ભાવનગર જિલ્લામાં રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ ખાબક્યો છે. સિહોર પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને કરા પડતાં ઉનાળુ અને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Bhavnagar Sihor Unseasonal Rain Loss in Crop Mango Weather Department
Published : May 13, 2024, 5:15 PM IST
કમોસમી વરસાદની એન્ટ્રીઃ હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આગાહી મુજબ પહેલા દિવસે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સિહોર પંથકમાં ગાજવીજ સાથે ચોમાસાની જેમ વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. બપોરે સિહોર અને ભાવનગર સહિત બોટાદના ગઢડામાં વાતાવરણમાં પલટો નોંધાયો છે. અનેક વિસ્તારોમાં મિનિ વાવાઝોડા બાદ ચોમાસાની જેમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ગરમીમાં નાગરિકોને રાહત મળી છે. સૂત્રો અનુસાર મિનિ વાવાઝોડું આવ્યું હતું. સણોસરા ગામમાં વરસાદ સાથે કરા પડ્યા હોવાની માહિતી પણ મળી રહી છે.
કમોસમી વરસાદની અસરોઃ ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં સણોસરા સહિત આસપાસના ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેને કારણે ઊભા ઉનાળુ પાકને માઠી અસર થવા પામી છે. સૂત્રો અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા પંથકમાં પણ મિનિ વાવાઝોડું આવ્યા બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને લીધે કેરીના પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. અંતિમ તબક્કાની આવતી કેરીઓના પાકને અસર થવાથી નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બપોરે સિહોર અને ભાવનગર સહિત બોટાદના ગઢડામાં વાતાવરણમાં પલટો નોંધાયો છે. અનેક વિસ્તારોમાં મિનિ વાવાઝોડા બાદ ચોમાસાની જેમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ગરમીમાં નાગરિકોને રાહત મળી છે.