ગુજરાત

gujarat

ETV Bharat / state

પાપમુક્ત થવા સમુદ્ર સ્નાન ભાદરવી અમાસે: નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ઉમટી ભીડ - Bhavnagar Nishkalank Mahadev - BHAVNAGAR NISHKALANK MAHADEV

ભાવનગર નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં લાખોની જનમેદની ઉમટી હતી. પાંડવો સ્થિત નિષ્કલંકના અમાસે દર્શન અને દરીયા સ્નાનથી પાપમાંથી મુક્તિ મળવાની ધાર્મિક લોકવાયકા છે, પરંતુ અહીં વહેલી સવારે ઉમેટેલી ભીડ દરીયામાં દોડી ન જાય અને ડૂબે નહીં તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જાણો. Bhavnagar Nishkalank Mahadev

પાપમુક્ત થવા સમુદ્ર સ્નાન ભાદરવી અમાસે
પાપમુક્ત થવા સમુદ્ર સ્નાન ભાદરવી અમાસે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2024, 3:45 PM IST

નિષ્કલંકના અમાસે દર્શન અને દરીયા સ્નાનથી પાપમાંથી મુક્તિ મળવાની ધાર્મિક લોકવાયકા છે (Etv Bharat Gujarat)

ભાવનગર:જિલ્લાના કોળીયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસના અંતે ભાદરવી અમાસના સોમવાર નિમિત્તે લાખોની જનમેદની ઉમટી પડી હતી. દર વર્ષની પરંપરા મુજબ ભાદરવી અમાસે 3 થી 4 લાખ માણસોને દર્શને આવતા હોવાને કારણે સ્થાનિક તંત્ર દ્વારા ડ્રોન, ઘોડે સવાર સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ઉમટી ભીડ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેળામાં (Etv Bharat Gujarat)

નિષ્કલંક મહાદેવનો ઇતિહાસ પાંડવ કાળનો: નિષ્કલંક મહાદેવની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવેલી હતી. પૌરાણિક ઇતિહાસ પ્રમાણે યુદ્ધ પૂર્ણ થયા બાદ પાંડવો પાપ ધોવા માટે વનવાસ ભોગવી રહ્યા હતા, ત્યારે હાથમાં ધજા લઈને નીકળ્યા હતા. કાળી ધજા સફેદ થાય ત્યારે તેમનું સંપૂર્ણ પાપ ધોવાઈ જશે તેમ ભગવાન શ્રીકૃષ્ણએ કહેલું, આથી પાંડવો પાપ ધોવા વનવાસ માટે નીકળ્યા અને નિષ્કલંક મહાદેવના સ્થાને પહોંચ્યા ત્યારે ધજા સફેદ થઈ ચૂકી હતી. આથી પાંચે પાંડવો દ્વારા ત્યાં પાંચ શિવલિંગની સ્થાપના કરવામાં આવી અને આમ ત્યાં નિષ્કલંક મહાદેવ મંદિર બંધાયું. જેથી નિષ્કલંક મહાદેવના અમાસે દર્શન કરીને પૂજા કરવાથી દરેક પાપમાંથી મુક્તિ મળવાની ધાર્મિક લોકવાયકા છે. આ સાથે જ સમુદ્ર સ્નાનનું તેટલું જ મહત્વપૂર્ણ છે. લોકવાયકા પ્રમાણે સમુદ્ર સ્નાન કરવાથી સમગ્ર પાપ ધોવાઈ જવાની માન્યતા છે.

નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ઉમટી ભીડ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેળામાં (Etv Bharat Gujarat)

દર્શન દરીયા દેવ આપે નિશ્ચિત સમય નિષ્કલંક મહાદેવના દર્શનના: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોળીયા ગામથી એક કિલોમીટર દરિયાકાંઠે નિષ્કલંક મહાદેવ સ્થાપિત છે. દરિયામાં અડધા કિલોમીટર આગળ ભગવાન નિષ્કલંકની સ્થાપના કરવામાં આવેલી છે. આથી ઓટ આવે એ સમયે ભગવાન નિષ્કલંક મહાદેવના દર્શન થઈ શકે છે, પરંતુ ભરતીનો સમય શરૂ થાય એટલે પાણી દરિયાના કાંઠા તરફ આગળ વધે છે અને નિષ્કલંક મહાદેવ પાણીમાં અદ્રશ્ય થઈ જાય છે. આથી ભાવિ ભક્તો માટે માત્ર ઓટના ત્રણ કલાકનો સમય જ દર્શન માટે પ્રાપ્ત થાય છે. લાખો લોકો ત્રણ કલાકમાં ભગવાનના દર્શન કરવા માટે પડાપડી કરે છે, ત્યારે આજે ભાદરવી અમાસને સોમવાર નિમિત્તે સાંજ સુધીમાં 3 લાખથી વધુ લોકો દર્શનનો લાભ લેશે.

પાપમુક્ત થવા સમુદ્ર સ્નાન ભાદરવી અમાસે (Etv Bharat Gujarat)

વર્ષોથી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીનો પ્રસાદીમાં શિરો: aઆ સમગ્ર મામલે કોળી સેનાના પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આમ તો દર વર્ષની જેમ પરંપરા મુજબ છેલ્લે 28 વર્ષોથી પુરુષોત્તમભાઈ સોલંકી આ મેળાની તમામ વ્યવસ્થાઓ કરે છે. અને ધ્યાન રાખે છે કે ક્યાંય પણ કોઈ શ્રદ્ધાળુને હેરાનગતિ ન થાય. સાથે જ ભારતીય જનતા પાર્ટીની આપણી ગુજરાતની સરકાર તેના તંત્રના તમામ અધિકારીઓને સંકલનમાં રાખીને પુરુષોત્તમભાઈના માર્ગદર્શન હેઠળ વર્ષોથી પરંપરા મુજબ શિરા વિતરણનું કાર્યક્રમ યોજાતા હોય છે. અને આ વખતે તો એનો વિશેષ મહત્વ એ છે કે છેલ્લો સોમવાર અને શ્રાવણીયો સોમવાર, અમાસ એકસાથે છે. એટલે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉંમટી પડ્યા છે. તમામ વ્યવસ્થા મુજબ કોઈપણ શખ્સને ક્યાંક તકલીફ ન આવે એની માટે તમામ પ્રયત્નો તમામ મંડળોએ, ગ્રામ પંચાયત, સરકાર અને અમારી કોળી સેના અને સમસ્ત કોળી સમાજની ટીમે કરેલા છે.

પાપમુક્ત થવા સમુદ્ર સ્નાન ભાદરવી અમાસે (Etv Bharat Gujarat)

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો:મેળામાં બંદોબસ્ત મામલેભાવનગરના DYSP આર.આર. સિંઘાલે જણાવ્યું હતું કે, નિષ્કલંક ખાતે મેળાનું આયોજન કરાયું છે એટલે 9 જેટલા પીઆઇ કક્ષાના અધિકારીઓ, 20 જેટલા પીએસઆઇ તથા 1000 જેટલા પોલીસ કર્મચારીઓ, એસઆરડી અને જીઆરડીનો ફોર્સ કરવામાં આવેલા છે, સાથે સાથે એક તરવૈયાની ટીમ તથા 12 જેટલા માઉન્ટેડ ઘોડા તૈનાત કરવામાં આવેલા છે. અત્રે ફાયર બ્રિગેડની ટીમ તથા મેડિકલની ટીમ તૈનાત રાખવામાં આવેલી છે.

  1. અનાદીકાળના એક સમાન સિદ્ધેશ્વર અને બુધેશ્વર મહાદેવ : જાણો રોચક લોકવાયકા અને વિશેષતા - Shravan 2024
  2. આજે સર્જાયો ખાસ સંયોગ : સોમવતી અમાસના દિવસે દામોદર કુંડ ખાતે ભાવિકોનો મહાસાગર ઉમટ્યો - Shravan 2024

ABOUT THE AUTHOR

...view details