ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કોઈપણ ખાદ્ય ચીજોના સેમ્પલ લીધા બાદ તેને ચકાસવા માટે રાજ્યના અન્ય શહેરોમાં ટેસ્ટીંગ માટે મોકલતું હોય છે. જો કે ભાવનગરમાં લેબોરેટરી નહીં હોવાનું ETV BHARAT અનેક વખત પોતાના અહેવાલમાં દર્શાવ્યું છે, ત્યારે હવે મહાનગરપાલિકાએ લેબોરેટરી માટે એક ડગલું આગળ ભરીને કામગીરી હાથ ઉપર લીધી છે.
1000 ચોરસ મીટર જગ્યાની અંદર અતિ આધુનિક લેબોરેટરી ઊભી કરવાની યોજના (ETV Bharat Gujarat) ખાદ્ય ચીઝોના ટેસ્ટિંગની લેબોરેટરી માટે પ્રથમ ડગલું મંડાયું
ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું હતું કે, સતત ભાવનગરની અંદર કાર્યશીલ છીએ. ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવે છે તેને સરકારની માન્ય લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને સેમ્પલનું પૃથક્કરણ કરીને જે પણ રીઝલ્ટ આવે એની ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ભાવનગરની અંદર આ ફૂડ સેફટી માટેના સેમ્પલ માટેની લેબ તૈયાર કરવા માટેનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે.
સરકારમાં જમીન માટેની માંગણી કરાઈ સરકારમાં
ચેરમેન રાજુ રાબડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સૈદ્ધાંતિક રીતે મંજૂરી માગવા માટે ગુજરાત સરકાર પાસે આ ઠરાવને મંજૂરીની મહોર મારી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં આશરે 1000 ચોરસ મીટર જગ્યાની અંદર અતિ આધુનિક લેબોરેટરી ઊભી કરવા માટે અભિગમ કેળવી આગળની કાર્યવાહી માટે મોકલ્યું છે.
કેટલા કરોડના સાધનોની પણ કરાઈ માંગ?
ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે, જેની અંદર બે કરોડ રૂપિયા જમીન માટેની માંગણી કરવામાં આવી છે, ત્યારબાદ 3 કરોડ રૂપિયા છે તે સાધનો અને જે ટેસ્ટિંગ માટેની મશીનરી હોય એના માટે માંગણી મુકવામાં આવી છે. સરકારની મંજૂરી મળશે ત્યાર પછી ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની અંદર ફૂડ સેફ્ટીના કર્મચારીઓ છે એનું મેહકમ પણ આગામી દિવસોમાં મંજુર કરવા માટે સરકારમાં મોકલવામાં આવશે. આવી રીતે ભાવનગરની અંદર આ જે ખાદ્ય સામગ્રીની અંદર કોઈ ભેળસેળ થતી હોય અથવા જે ખાવા લાયક ખોરાક ન હોય, તે કોઈ મીઠાઈ ના હોય અથવા કોઈપણ વસ્તુ ન હોય તો એનો તાત્કાલિક રીઝલ્ટ મળે એના માટેના અમારા પ્રયાસો છે.
આ પણ વાંચો:
- ગુજરાતનો બીજો ગિરનાર, કુદરતી સૌંદર્ય અને અજાયબીઓથી ભરપુર માખણિયો પર્વત
- પાટણમાં પ્રથમ પાટીદાર સમૂહલગ્નનું આયોજન, તમામ 61 નવદંપતીઓ માટે 15-15 લાખનો વીમો લેવાયો