ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર સામાન્ય ચૂંટણી: મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત કયા કેટલું નોંધાયું મતદાન, જાણો - GUJARAT LOCAL ELECTION

મહાનગરપાલિકા વિસ્તારમાં મતદાન ધીમું રહ્યું હતું, જ્યારે નગરપાલિકા વિસ્તારમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે જ્યારે તાલુકા પંચાયતમાં મધ્યમ કક્ષાનું મતદાન નોંધાયું છે.

કયા કેટલું નોંધાયું મતદાન જાણો
કયા કેટલું નોંધાયું મતદાન જાણો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 16, 2025, 11:44 AM IST

ભાવનગર:જિલ્લા મહાનગરપાલિકાની વડવા 'બ' વોર્ડ-3 ના પેટા ચૂંટણીમાં સવારથી મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. મહાનગરપાલિકા વિસ્તારમાં મતદાન ધીમું રહ્યું હતું, જ્યારે નગરપાલિકા વિસ્તારમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે જ્યારે તાલુકા પંચાયતમાં મધ્યમ કક્ષાનું મતદાન નોંધાયું છે.

સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને ભાવનગર મહાનગરપાલિકા બેઠકની મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી શરૂ થઈ ગઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન સવારથી શરૂ થયું છે. વહેલી સવારથી લોકો મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે, ત્યારે કેટલી બેઠકો અને મતદારો આજે મતદાન કરવાના છે. બે કલાકનું મતદાન પણ ચાલો જાણીએ.

ભાવનગર સામાન્ય ચૂંટણી 2025 (Etv Bharat Gujarat)

મહાનગરપાલિકાના વોર્ડ ત્રણ પર મતદાન: ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-3 વડવા 'બ' ની બેઠક પર સવારથી મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. આ વોર્ડમાં 43,024 મતદારો નોંધાયા છે. જેમાં 22,378 પુરુષ અને 20,645 સ્ત્રી સાથે અન્ય એક મળીને કુલ 43,024 મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જોકે આ બેઠક ઉપર કુલ 38 બુથ નોંધાયેલા છે. જેમાં ચૂંટણી તંત્ર દ્વારા 21 જેટલા બુથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. વહેલી સવારથી બુથ ઉપર મહિલાઓ અને પુરુષોની લાઈન મતદાન કરવા માટે જોવા મળી રહી છે.

ભાવનગર સામાન્ય ચૂંટણી (Etv Bharat Gujarat)
તાલુકા પંચાયત ચૂંટણી (Etv Bharat Gujarat)

નગરપાલિકામાં મતદાન શરૂ સવારથી:ભાવનગર જિલ્લાના સિહોર તળાજા અને ગારીયાધારની કુલ 92 બેઠક ઉપર નગરપાલિકાની ચૂંટણીનું આયોજન કરાયું છે. ત્યારે સવારથી જ આ તમામ બેઠકો ઉપર મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. ત્રણેય નગરપાલિકામાં કુલ 118 બુથો ઉપર કુલ 97,154 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારમાં નગરપાલિકામાં મતદારો મતદાન મથક સુધી પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે.

ભાવનગર સામાન્ય ચૂંટણી (Etv Bharat Gujarat)
નગરપાલિકા ચૂંટણી (Etv Bharat Gujarat)

તાલુકા પંચાયતની બેઠકમાં મતદાન: ભાવનગર જિલ્લામાં તાલુકા પંચાયતની ખાલી પડેલી પાંચ બેઠક ઉપર પણ સવારથી મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારે લોકો સવારથી જ ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની બેઠકમાં પણ મતદાન કરતા નજરે જોવા મળી રહ્યા છે. તાલુકા પંચાયતમાં જોઈએ તો ભાવનગરની લાખણકા, તળાજાની નવાજૂના રાજપરા અને ઉંચડી ત્યારે સિહોર તાલુકા પંચાયતની સોનગઢ અને વળાવડ મળીને કુલ પાંચ બેઠક ઉપર 39,312 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ પાંચ તાલુકા પંચાયત ઉપર 33 જેટલા બુથ નોંધાયેલા છે તેમાં પણ સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

મહાનગરપાલિકા ચૂંટણી (Etv Bharat Gujarat)

શરૂઆતની બે કલાકમાં મતદાનની સ્થિતિ:ભાવનગર જિલ્લામાં મહાનગરપાલિકાની બેઠક ઉપર સવારે 7 થી લઈને 9 કલાક સુધીના બે કલાકમાં માત્ર 2.2 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે નગરપાલિકા સિહોર, તળાજા અને ગારીયાધારમાં છેલ્લા બે કલાકમાં 5.97 ટકા મતદાન નોંધવા પામ્યું છે. જ્યારે તાલુકા પંચાયતની પાંચ બેઠક ઉપર 4.4 ટકા મતદાન નોંધાવા પામ્યું છે.

આ પણ વાંચો:

  1. લાઈવ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી LIVE: ખેડબ્રહ્મામાં બે કલાકમાં 8.73 મતદાન, બીલીમોરામાં EVM મશીન ખોટકાયું
  2. જાગૃત મતદારના દર્શન કરાવતી યુવતી, લગ્નની પીઠી ચોળી કન્યા પહોંચી મતદાન કરવા

ABOUT THE AUTHOR

...view details