જીતુ વાઘાણીએ રાજ્ય સરકારનો આભાર માન્યો ગાંધીનગરઃ વિધાનસભા ખાતે ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. લાંબા સમયથી ભાવનગરવાસીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનો અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરતા હતા. આ સંદર્ભે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સમક્ષ 6 મહિનાથી રજૂઆતો કરવામાં આવી હતી. સરકારે આ માંગણી પૂરી કરી હતી. જેનો આભાર ધારાસભ્ય જીતુ વાઘાણીએ માન્યો હતો.
ઐતિહાસિક નિર્ણયઃ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ અશાંત ધારા અંગે વિધાનસભામાં માહિતિ આપી હતી. તેમણે જણાવ્યું કે, ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તાર અને બાકી રહેતા ભાવનગર પૂર્વ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટેની જનતાની માંગણી હતી. ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ પૂર્વ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ વિધાનસભા પર માહિતી આપતા જણાવ્યુ કે, લોકોની રજૂઆતોને ધ્યાને લઈ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ટૂંકાગાળામાં ત્વરીત ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
અશાંત ધારો લાગુ કરવામાં આવેલ ભાવનગર પૂર્વના વિસ્તારોઃ ભાવનગર પૂર્વમાં લાટી બજાર, દિવાનપરા, રૂવાપરી મંદિર, ક્રેશન્ટ, આનંદનગર, ગીતા ચોક, ડોન, સુભાષનગર, તિલકનગર, ભીલવાડા, હલુરીયા, માણેકવાડી, નવાપરા, શિશુ વિહાર, મેઘાણી સર્કલ, આંબાવાડી, ઘોઘા સર્કલ, એસબીઆઈ કોલોની, ડીએસપી ઓફિસ સહિતના વિસ્તારોમાં અશાંતધારો લાગુ થયો છે.
અશાંત ધારો લાગુ કરવામાં આવેલ ભાવનગર પશ્ચિમના વિસ્તારોઃ ભાવનગર પશ્ચિમમાં રેલવે સ્ટેશન, અલકા ટોકીજ, રબર ફેક્ટરી, નિર્મળ નગર, બારસો મહાદેવની વાડી, શિલ્પીનગર, એસબીઆઈ કોલોની, એસટી સ્ટેન્ડ, દાદાસાહેબ કાળનાણા, અનંતવાડી, માધવ રત્ન, ફાતીમા કોન્વેન્ટ, સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
ભાવનગરવાસીઓની રજૂઆતોને ધ્યાને લઈ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ટૂંકાગાળામાં સત્વરે ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. હું રાજ્ય સરકાર, મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનનો આભાર માનું છું...જીતુ વાઘાણી(ધારાસભ્ય, ભાવનગર)
- Loksabha Election 2024: ભાવનગરમાં ભાજપની સેન્સ બેઠક લાભાર્થી સંમેલન નામે યોજાઈ કે શું ? બેઠકનું રાજકીય વિશ્લેષણ વાંચો
- Bhavnagar News : ભાવનગર મહિલા કોલેજ સર્કલ બગીચામાં જતાં સાચવજો, રમતગમતના સાધનો હોય કે બેસવાના બાંકડા, બધું તૂટેલું