ગુજરાત

gujarat

ETV Bharat / state

Swiper's Strike: ગાંધીનગરમાં 2 વર્ષથી ટલ્લે ચડેલી ફાઈલને લીધે ભાવનગરમાં ગંદકીના ઢગલા થયાં, સફાઈ કર્મચારીઓની હડતાળ - ગાંધીનગર

ભાવનગર શહેરમાં મહા નગર પાલિકા મજદુર સંઘ તરફથી હડતાળ કરવામાં આવી છે. જેમાં સવારથી સફાઈ કર્મચારીઓ સફાઈ કામગીરીથી અળગા રહ્યા હતા. મહા નગર પાલિકા દ્વારા કોન્ટ્રાકટ બેઝ્ડ કામદારો દ્વારા કેટલાક વિસ્તારોમાં સફાઈ કરાવાઈ હતી. મજદુર સંઘે માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી અચોક્ક્સ મુદતની હડતાલ જાહેર કરી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Bhavangar Swiper's Strike

સફાઈ કામદારોએ હડતાલ ઉપર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો
સફાઈ કામદારોએ હડતાલ ઉપર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો

By ETV Bharat Gujarati Team

Published : Feb 22, 2024, 7:46 PM IST

ગાંધીનગરમાં 2 વર્ષથી ટલ્લે ચડેલી ફાઈલને લીધે ભાવનગરમાં ગંદકીના ઢગલા થયાં

ભાવનગરઃ મજદુર સંઘે પોતાની માંગણીઓ પૂરી થાય તે માટે ભાવનગરમાં આજથી સફાઈ કામથી અળગા રહીને હડતાલ કરી છે. ગાંધીનગર પડેલી ફાઈલને મંજૂરી નહિ મળતા ભાવનગરની સ્વચ્છતા હણાઈ ગઈ છે. ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા દિવસથી મહા નગર પાલિકા મજદુર સંઘ દ્વારા સફાઈ કામદારાના પ્રશ્નો સંદર્ભે વિવિધ પ્રકારના વિરોધ કાર્યક્રમો થઈ રહ્યા છે. આજે સફાઈ કામદારોએ હડતાલ ઉપર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો.

સફાઈ કર્મચારીઓની હડતાળ

ગંદકીના ઢગલાઃ સમગ્ર શહેરના ખાંચા, ગલીઓ અને રસ્તાઓ ઉપર સફાઈ નહિ કરવામાં આવી હોવાથી ઠેર ઠેર ગંદકી જોવા મળી હતી. મહા નગર પાલિકાના સફાઈ કામદારો ધરણા ઉપર બેસી જતા મહા નગર પાલિકાએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ સફાઈ કામદારોએ ધરણાં વિખેરીને પોતાની કામગીરીથી અળગા રહીને વિરોધ દર્શાવ્યો હતો. ભાવનગર મહા નગર પાલિકામાં જૂના સેટઅપ પ્રમાણે 1250 સફાઈ કામદારની જગ્યા હતી. જેમાં માત્ર 700થી વધારે સફાઈ કામદારોની ભરતી કરેલ હતી.જેમાં 500 કર્મચારીઓની કાયમી અને 300 કર્મચારીઓની કોન્ટ્રાકટ બેઝ્ડ ભરતી કરાઈ હતી.

સફાઈ નહિ કરવામાં આવી હોવાથી ઠેર ઠેર ગંદકી જોવા મળી હતી

અમારી માંગણી વ્યાજબી અને ન્યાયિક છે. કમિશ્નર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર સંયુક્ત બેઠક નહિ બોલાવે ત્યાં સુધી સફાઈ શહેરમાં બંધ રહેશે. વાલ્મિકી સમાજના વારસદારના પ્રશ્નોને લઈને અગાઉ સ્થાનિક કમિશ્નર, ચેરમેન અને મેયર દ્વારા સામાન્ય સભામાં મંજૂરી આપીને ગાંધીનગર ફાઈળ મોકલવામાં આવી છે. આ ફાઈલ ત્યાં 2 વર્ષ પડતર છે. કમિશ્નર અન્ય કામોની ફાઈલમાં તો હુકમ કરતા હોય છે તો આમાં શુ વાંધો છે. અમે જૂના સેટ અપમાં ભરતી કરવાની માંગણી કરી છે પરંતુ સ્થાનિક તંત્ર માનવા તૈયાર નથી. વાલ્મીકિ સમાજ પેઢી દર પેઢીથી સફાઈની કામગીરી કરતો આવ્યો છે અને ગાંધીનગર ફાઈલ હોવા છતાં પણ શા માટે મંજૂરી મળતી નથી...વિજય ગોહેલ(મહામંત્રી, મહા નગર પાલિકા મજદૂર સંઘ, ભાવનગર)

મહા નગર પાલિકા વિસ્તારમાં સફાઈ કામદારની હડતાલ શરૂ થઈ છે. તેમાં ભાવનગરના હાર્દ સમા મુખ્ય બજાર, વોરા બજાર જેવા વિસ્તારોમાં હાલ કોન્ટ્રાક્ટર દ્વારા સાફ-સફાઈ કરાવવામાં આવી છે. જો કે સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ ભરતી થઈ શકે છે. આપણે સરકારમાં ફાઈલ મોકલેલી છે સરકારના ધારાધોરણ નિયમ પ્રમાણે ભરતી કરવામાં આવશે...રાજુ રાબડીયા(ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, ભાવનગર મનપા)

કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓને રોકવામાં આવ્યાઃ જો કે સૂત્રોના જણાવા પ્રમાણે કોન્ટ્રાક્ટના સફાઈ કામદારોને પણ મહા નગર પાલિકાના કાયમી સફાઈ કામદારો દ્વારા કામગીરીથી અળગા રહેવા અને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના પણ પુરાવા ચેરમેન સુધી પહોંચી જતા આગામી દિવસોમાં દરેક સામે સસ્પેન્ડ કરવા સુધીની પણ કાર્યવાહી થવાની સંભાવનાઓ છે.

  1. Trade Unions Rally: ટ્રેડ યુનિયન દ્વારા રેલી કાઢી બંધ પાળી વિરોધ, ધારાસભ્ય-સાંસદના ઘરે જવાબ માંગવા પણ જશે
  2. Bhavnagar News : સફાઈ કામદારોએ કાળી પટ્ટી ધારણ કરી, તેમની માગણી અને શું છે ભાવનગર મનપાનું વલણ જાણો

ABOUT THE AUTHOR

...view details