વડોદરા: ભરૂચના ઝઘડીયા ખાતે દુષ્કર્મનો ભોગ બનનારી ગુજરાતની નિર્ભયાનું હોસ્પિટલમાં સારવારના આઠમા દિવસે મોત થયું છે. દુષ્કર્મબાદ પીડિતાની હાલત ગંભીર હતી અને ત્યારબાદ એ ક્યારેય ભાનમાં આવી જ નહીં. આજે ત્રણ કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ આવતા તેનું મોત નિપજ્યુ હતું.
3 કલાકામાં 2 કાર્ડિયાક એરેસ્ટ અને નિધન
ગત 16 ડિસેમ્બર, 2024ના ભરૂચ જીલ્લાના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મે આચરવાની ઘટના બની હતી. ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે પહેલા ભરૂચની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જોકે તેની તબિયત અત્યંત નાજુક હોવાથી તેને વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેને સ્થાનિક ડોક્ટરોની દેખરેખ હેઠળ અદ્યતન સારવાર આપવામાં આવી રહી હતી. પરંતુ આ બાળકીને આજરોજ બપોરે બે વાગ્યે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. ત્યાર બાદ સાંજે 5.15 વાગ્યે ફરીથી કાર્ડિયાક એરેસ્ટ આવ્યો. જેના કારણે બાળકીએ 6.15 વાગે દહે છોડ્યો હતો.
બાળકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી
નિષ્ણાતો દ્વારા બાળકીને મૃત જાહેર કરી છે. પોલીસ દ્વારા આગળ પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બાળકીના મોત પાછળ ઘણા બધા કારણો છે. ડૉક્ટરો દ્વારા જાણવા મળ્યું કે, બાળકીના આખા શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું, જેના કારણે બાળકીના ઓર્ગન પણ ફેઇલ થઈ ગયા હતા. તેના કારણે પણ કાર્ડિયાકનો હુમલો આવી શકે છે. પીડિતાના પરિવારની હાલત દુ:ખથી ભરેલી છે. અમે તેમને સાંત્વના આપીએ છીએ.