ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ હોમગાર્ડ જવાન પર દુષ્કર્મ આચર્યાનો આરોપ, 15 વર્ષીય સગીરાને શિકાર બનાવી - Bharuch Crime - BHARUCH CRIME

ભરૂચના એ ડિવિઝન વિસ્તારમાં 15 વર્ષીય બાળકીને ફોસલાવી હોમગાર્ડ જવાને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપી હોમગાર્ડ જવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હોમગાર્ડ જવાન પર દુષ્કર્મ આચર્યાનો આરોપ
હોમગાર્ડ જવાન પર દુષ્કર્મ આચર્યાનો આરોપ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2024, 12:45 PM IST

ભરૂચ : હજુ ગૌરીવ્રત પૂર્ણ થયાને જૂજ દિવસો વિત્યા છે કે વધુ એક દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ભરૂચ હોમગાર્ડમાં ફરજ બજાવતા જવાન પર 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલામાં આરોપી હોમગાર્ડ જવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

15 વર્ષની સગીરા પર દુષ્કર્મ :આ અંગે મળતી વિગત અનુસાર ભરૂચ શહેરમાં રહેતી 15 વર્ષની એક સગીરાના ગૌરી વ્રત પૂર્ણ થયાના બે-ત્રણ દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો. છડી નોમના દિવસે સગીરા બપોરના ત્રણેક વાગ્યે તેના દાદીના ઘરે હતી.

ભરૂચ હોમગાર્ડ જવાન પર દુષ્કર્મ આચર્યાનો આરોપ (ETV Bharat Gujarat)

બ્લેકમેલ અને ધમકી :આ દરમિયાન સગીરા વોશરૂમમાં જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી. આ વખતે હેમંત ત્યાં આવી પહોંચ્યો અને તેણે સગીરાને પાછળથી પકડી લઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત અંગત પળોનો વીડિયો ઉતારી સગીરાને મોબાઇલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા-પિતાને મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.

બે સંતાનનો પિતા આરોપી :આ અંગે પરિવારને જાણ થતાં સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મનો નરાધમ આરોપી બે સંતાનોનો પિતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે તેના પર લોકો ફિટકાર વસાવી રહ્યા છે.

(દુષ્કર્મ અને શારીરિક શોષણના કિસ્સાઓમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર અહીંયા પીડિતની ઓળખ તેમની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને ગુપ્ત રાખવામાં આવી છે.)

  1. પાટણમાં સાવકી માતાના પ્રેમી પર લાગ્યો 16 વર્ષની દીકરી પર દુષ્કર્મનો આરોપ
  2. કાપોદ્રામાં પાંચ વર્ષની બાળકી પર તેના મોટા પપ્પાએ જ દુષ્કર્મ આચર્યાની FIR

ABOUT THE AUTHOR

...view details