ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં "ભારત બંધ"ની વ્યાપક અસર : SC-ST અને OBC સંગઠનો ઉતર્યા મેદાને - Bharat Bandh - BHARAT BANDH

આજે ભારત બંધનું એલાન જાહેર કર્યું છે. ત્યારે ભાવનગર શહેરમાં SC, ST અને OBC સંગઠનો જશોનાથ સર્કલ પાસે એકઠા થઈને અનામત બચાવવા ભારત બંધને સમર્થન કર્યું હતું. બજારો બંધ કરાવવા પણ રેલી સ્વરૂપે નીકળ્યા હતા ત્યારે ભાવનગર પોલીસ કાફલો પણ તૈનાત થઈ ગયો હતો. જાણો વિગતે માહિતી..., Announcement of Bharat Bandh today

ભાવનગરમાં રેલી યોજાઈ
ભાવનગરમાં રેલી યોજાઈ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 21, 2024, 1:20 PM IST

ભાવનગરમાં ભારત બંધની અસર (ETV Bharat Gujarat)

ભાવનગર: ભાવનગર શહેરના જશોનાથ સર્કલમાં એસસી,એસટી અને ઓબીસી સમુદાયના લોકોએ એકઠા થઈને દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાના વિરોધમાં અપાયેલા ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું. જો કે દરેક સમુદાયના એકઠા થયેલા લોકોએ ભાવનગરમાં ભારત બંધના એલાનને સમર્થન આપવા માટે બજારોમાં નીકળ્યા હતા.

ભાવનગરમાં જોવા મળી ભારત બંધની અસર (ETV Bharat Gujarat)

જશોનાથ સર્કલમાં એકઠા થઇ નીકળ્યા બજારમાં: બંધારણની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હોવાના સાથે ભારત બંધના એલાનના પગલે ભાવનગરમાં એસસી, એસટી અને ઓબીસી સંગઠનો એકઠા થયા હતા. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને ત્યારબાદ ભાવનગરના જશોનાથ સર્કલથી લઈને શહેરની મુખ્ય વોરા બજાર, પીરછલ્લા, તળાવ વિસ્તાર વગેરેમાં રેલી સ્વરૂપે ફરીને વ્યાપારીઓને બંધ પાળવા માટે વિનંતી કરવામાં આવી હતી.

બજારો બંધ કરાવવા રેલી નીકળી (ETV Bharat Gujarat)

પોલીસ કાફલો ગોઠવાયો: ભાવનગર શહેરના મુખ્ય વોરા બજાર, તળાવ વિસ્તારમાં એસસી, એસટી અને ઓબીસી સમુદાયના સંગઠન નીકળીને વ્યાપારીઓને અપીલ કરવામાં આવી હતી. અને વ્યાપારીઓ દ્વારા તેમને સન્માન આપવા માટે દુકાનો બંધ કરી દીધી હતી. જ્યારે કેટલાક વિસ્તારોમાં થોડા સમય બાદ ફરી દુકાનો ખોલી દેવામાં આવી હતી. જો કે ભાવનગર શહેરમાં ભારત બંધનો એલાન શા માટે છે તે મોટાભાગના લોકોને ખ્યાલ નહિ હોવાથી લોકો એકબીજાને પૂછતા નજરે પડતા હતા. બંધને પગલે આપેલા કાર્યક્રમને લઈને પોલીસ કાફલો પણ ગોઠવવામાં આવ્યો હતો.

ભાવનગરમાં ભારત બંધને સમર્થન (ETV Bharat Gujarat)

અનામત ખતમ કરવાના પ્રયાસનો વિરોધ:સમગ્ર ભારત બંધને પગલે એસસી, એસટી અને ઓબીસી સમુદાયના સંગઠનો આક્ષેપ કર્યો છે કે બંધારણની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. અનામત ખતમ કરવાનો પ્રયાસ થતો હોય તેને રોકવા માટે આ બંધનું એલાન હોવાનું ઓબીસી, એસસી, એસટી સંગઠનોમાંથી જાણવા મળ્યું છે, તેના વિરોધમાં આ ભારત બંધનું એલાન હોવાનું સંગઠનના આગેવાન અરવિંદ પરમારે તેની યાદીમાં જણાવ્યું હતું.

બજારો બંધ કરાવવા રેલી નીકળી (ETV Bharat Gujarat)
  1. ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ : નવસારી શહેરમાં બજારો ખુલી, ચીખલી અને ખેરગામમાં બંધને સમર્થન - Bharat Bandh
  2. અમદાવાદમાં "ભારત બંધ"ના પડઘા પડ્યા, દલિત સમાજના લોકોએ રોડ પર ઉતર્યા - Bharat Bandh

ABOUT THE AUTHOR

...view details