ભાવનગર:દેશના રાજકરણમાં હાલ ધર્મનું રાજકારણ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, અને એમાં પણ હવે રાજકીય સૂત્રો સામાજિક બનતા જાય છે. આવું જ એક સુત્ર 'બટેગે તો કટેંગે'ને એક પરિવારે કંકોત્રીમાં સ્થાન આપીને ચર્ચા જગાવી છે.
ઉત્તરપ્રદેશથી આવેલું રાજકીય સૂત્ર 'બટેગે તો કટેંગે' છેક ભાવનગર સુધી પહોંચ્યું છે. ભાવનગર જિલ્લાના ગામડાના એક પરીવારે લગ્ન પ્રસંગની કંકોત્રીમાં 'બટેગે તો કટેંગે' સૂત્રને સ્થાન આપીને સમાજને એક કરવા માટેનો પ્રયાસ કર્યો છે.
વાંગર ગામના એક પરિવારની અનોખી પહેલ (Etv Bharat Gujarat) ભાવનગર જિલ્લાના છેવાડાના મહુવા તાલુકાના વાંગર ગામમાં રહેતા જશુભાઈ રાવતભાઇ શેલાણાના પુત્ર હરેશના આગામી 23 નવેમ્બરના રોજ લગ્ન છે, ત્યારે જશુભાઈએ તેના પુત્ર હરેશભાઈના લગ્ન હોવાથી કંકોત્રીમાં હાલમાં મહારાષ્ટ્ર અને સમગ્ર દેશમાં ચર્ચામાં રહેલ સૂત્રને 'બટેગે તો કટેંગે' સ્થાન આપ્યું છે.
ભાવનગરના વાંગર પરિવારની કંકોત્રી બની ચર્ચાનું કારણ (Etv Bharat Gujarat) જશુભાઈના પુત્ર પરેશભાઈ શેલાણાએ જણાવ્યું હતું કે, તેમના ઘરમાં જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રસંગ આવે ત્યારે હિન્દુ સમાજની એકતા માટે તેઓ સમાજમાં અવેરનેસ આવે અને જાગૃતિ ફેલાય તે પ્રકારનું કાર્ય કરતા આવ્યા છે.
કંકોત્રીમાં મોદી-યોગીના ફોટો સાથે બટોગે તો કટોગે સુત્રને સ્થાન (Etv Bharat Gujarat) હાલમાં તેમના ભાઈના લગ્ન હોવાથી તેની કંકોત્રીમાં પીએમ મોદી અને યુપીના સીએમ યોગીના ફોટા સાથેનું સૂત્ર "બટોગે તો કટોગે" કંકોત્રીમાં હાઈલાઈટ કર્યું છે. પરિવારનો હેતું હિંદુ સમાજની એકતામાં વધારો કરવાનો છે.
- વર્ષ 2024 અને 2025માં લગ્નના 70 શુભ મુહૂર્ત, ડિસેમ્બર, ફેબ્રુઆરી અને મે મહિનામાં સૌથી વધુ મુહૂર્ત
- "બાર બાર જણાના પેટ કેમ ભરવા! " હીરામાં લંબાયેલા વેકેશને રત્નકલાકારોને મુશ્કેલીમાં નાખ્યા