ગુજરાત

gujarat

ETV Bharat / state

બરડા વન્યજીવ અભયારણ્ય સિંહ સંરક્ષણના ઈતિહાસની નોંધપાત્ર ઘટના, 2 સિંહ બાળ જન્મ્યા - Barada Mountain - BARADA MOUNTAIN

143 વર્ષ પહેલા બરડા ડુંગરમાં સિંહ વસવાટ કરતા હતા. વર્ષ 2024માં સિંહ માટે બરડાનું જંગલ ફરીથી સાનુકૂળ બન્યું છે. બરડામાં સ્થાયી થયેલ સિંહણે 2 સિંહબાળને જન્મ આપ્યો છે. Barada Mountain Lion Sanctuary 2 Lion Young ones

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 15, 2024, 7:16 PM IST

પોરબંદરઃબરડા ડુંગરના વિસ્તારમાં 143 વર્ષ પહેલાં સિંહ વસવાટ કરતા હોવાનું મનાય છે પરંતુ ત્યાર બાદ કોઈ કારણો સર આ વિસ્તારમાંથી સિંહ લુપ્ત થઈ ગયા હતા. 143 વર્ષ પછી આશરે 3-5 વર્ષનો યુવા નર સિંહ 18 જાન્યુઆરી, 2023ના રોજ બરડા વન્યજીવ અભયારણ્યમાં કુદરતી રીતે આવી ગયો હતો. નર સિંહ શરૂઆતમાં 3 ઓક્ટોબર, 2022 ના રોજ પોરબંદર વિભાગની રાણાવાવ રેન્જની બીટમાં જોવા મળ્યો હતો. 5 સિંહણ હાલમાં બરડા વન્યજીવ અભયારણ્યમાં છે. જેમાંથી એક સિંહણ સાથે સિંહે સંવનન કરતા બરડાના જંગલ વિસ્તારમાં એક સિંહણની કુખે 2 બચ્ચાનો જન્મ થયો છે. બરડા વન્યજીવ અભયારણ્યમાં થયેલો સિંહ બાળનો જન્મ એ સિંહ સંરક્ષણના ઈતિહાસમાં એક નોંધપાત્ર ઘટના છે.

2 સિંહબાળનો જન્મઃ માંગરોળથી દરિયાઈ પટ્ટી પર એક સિંહ પોરબંદર આવ્યો હતો અને પોરબંદરથી બરડા જંગલમાં સ્થાયી થયો છે. આ સિંહ માટે 5 સિંહણ જંગલમાં મૂકવામાં આવી છે. માંગરોળથી બરડા ડુંગરમાં વસેલા સિંહે ગીરની સિંહણ સાથે સંવનન કરતા 2 સિંહ બાળનો જન્મ થયો છે ત્યારે બરડામાં બાંધેલા જીનપૂલની બહાર છૂટા જંગલમાં પ્રથમ વખત સિંહ બાળનો જન્મ થતા હવે બરડો વિધિવત સિંહનું ઘર કહેવાય છે.

5 સિંહણ લવાઈ હતીઃ જૂનાગઢના વાઈલ્ડ લાઈફ સર્કલના અધિકારી આરાધના શાહુએ જણાવ્યું હતુંકે, બરડા જંગલમાં ગીર માંથી 5 સિંહણ લાવવામાં આવી હતી. કોસ્ટલ એરિયા માંથી માંગરોળ સાઈડથી આવેલ સિંહે બરડામાં સ્થાયી થઈ ગીરની સિંહણ સાથે સંવનન કરતા સિંહણએ 2 બચ્ચાંને જન્મ આપ્યો છે.

સિંહ સંવર્ધન માટે જીનપુલઃ ઉલ્લેખનીય છે કે, બરડાના 7 વીરડાનેશ વિસ્તારમાં સિંહોના સંવર્ધન માટે જીનપુલ બનાવવામાં આવ્યો છે. આ કુદરતી રીતે વિચરણ કરી બરડાના છૂટા જંગલમાં સ્થાયી થઈ સિંહણ સાથે સંવનન કરતા છૂટા જંગલમાં પ્રથમ વખત સિંહણે 2 સિંહબાળને જન્મ આપતા હવે બરડો વિસ્તાર વિધિવત રીતે સિંહનું ઘર બની ગયો છે. બન્ને સિંહબાળ તંદુરસ્ત હોવાનું જૂનાગઢના વાઈલ્ડ લાઈફ સર્કલના અધિકારી આરાધના શાહુએ જણાવ્યું હતું.

  1. આજથી ચાર મહિના સુધી સાસણ સફારી પાર્ક સિંહ દર્શન માટે રહેશે બંધ - Junagadh Sasan Safari Park
  2. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 5 સિંહ બાળને બરડા જિનપૂલ મોકલાયા

ABOUT THE AUTHOR

...view details