રાજકોટ: રાજકોટના ઉપલેટા શહેરના વોર્ડ નં.9 ના માજી સુધરાઈ સભ્ય અને સમાજ સેવક કે જેઓ કાયમ સામાજિક કાર્ય અને સમાજના હીત માટે તત્પર રહે છે એવા રજાકભાઈ હિંગોરા દ્વારા હિન્દુ અને મુસ્લિમોના ભાઈચારા અને એકતા માટે એક અનોખો પ્રયોગ કર્યો છે. આ પ્રયાસમાં તેમને તેમજ ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય આગેવાનો તેમજ સમાજ સેવકો દ્વારા વોર્ડ નં.9 ના વિસ્તારોમાં દરેક દુકાનો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સંદેશાને ધ્યાને લઇ, ઉપલેટા શહેર સહિત સમગ્ર દેશમાં હિન્દુ અને મુસ્લિમોની એકતા કાયમ રહે અને તમામ સમાજમાં ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી વિવિધ દુકાનો પર "નફરત કી બાજાર મેં મોહબ્બત કી દુકાન" જેવા પોસ્ટરો લગાવી એકતાનો એક અનોખો પ્રચાર કર્યો છે.
"નફરત કી બજાર મેં મોહબ્બત કી દુકાન", રાજકોટમાં કોમી એકતાનો એક અનોખો પ્રચાર - Banners of Hindu Muslim unity
રાજકોટના ઉપલેટા શહેરના પંચ હાટડી ચોકમાં "નફરત કી બાજાર મે મોહબ્બત કી દુકાન" ના સ્લોગન સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સંદેશાને ઉપલેટા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આવકારી દુકાન ખાતે બેનર લગાવાયા છે., Banners of Hindu Muslim unity
રાજકોટમાં કોમી એકતાનો એક અનોખો પ્રચાર (ETV Bharat Gujarat)
Published : Aug 4, 2024, 7:41 PM IST
જેમાં આ તકે ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા કોંગ્રેસ આગેવાનો વોર્ડ. નં.9 ના માજી સુધરાઈ સભ્ય તેમજ અન્ય મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા. ઉપલેટા શહેરમાં આ પ્રકારના બેનરો લાગતા સૌ કોઈ લોકો બેનરો જોવા માટે પણ ઉલટી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસ દ્વારા વિવિધ દુકાનો પર લગાવેલ આ બેનરોને લઈને સૌ કોઈમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.