બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સપાટો બોલાવ્યો છે. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વાવના અસારવા ગામથી ફોર્ચ્યુનર ગાડીમાં ભરેલ ત્રણ લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો છે.
આરોપી ફરાર: સ્ટેટ મોનીટરીંગની સેલની ટીમને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે વાવના અસારવા ગામના ચાર રસ્તા નજીકથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લેવામાં સફળતા મળી છે. ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ફોર્ચ્યુનર ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો ત્યારે ગાડીના ચાલકને જાણ થતા ચાલકે ગાડી ડિવાઈડર સાથે અથડાવી નાસી છૂટ્યો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા (Etv Bharat Gujarat) કુલ 15 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત: ગાડીની તપાસ કરતા તેમાં બીયર તેમજ ભારતીય બનાવટનો 3,49,812 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમ દ્વારા ફોર્ચ્યુનર ગાડી મોબાઈલ તેમજ દારૂ મળીને કુલ 15 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. એટલે કે વાવ પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલની ગાંધીનગરની ટીમ દ્વારા બનાસકાંઠામાં દારૂ ઝડપી લેવામાં આવ્યો છે.
પ્રોહીબિશન હેઠળ ગુનો દાખલ: જોકે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ફોર્ચ્યુનર ગાડીના માલિક, ચાલક તેમજ દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનાર સહિત ચાર લોકો સામે વાવ પોલીસ મથકે પ્રોહીબેશન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે એક તરફ વાવની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેને લઇ સમગ્ર જિલ્લામાં જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે તો બીજીતરફ વાવ તાલુકામાંથી જ ભારતીય બનાવટનો વિદેશી દારૂ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી કાર્યવાહી કરી છે. ત્યારે ચૂંટણી ટાણે જ વાવ તાલુકામાં દારૂની હેરાફેરીનો સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમ દ્વારા પર્દાફાશ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. વાવ પોલીસ પણ ચૂંટણી ટાણે એક્શન મોડમાં આવે તે જરૂરી છે.
આ પણ વાંચો:
- સાબરકાંઠામાં 240 થી વધારે લોકો હેલ્મેટ વિના ઝડપાયા, આરટીઓ વિભાગની કચેરી ખાતે મેગા ડ્રાઈવ
- ATMમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, અલગ અલગ રાજ્યોમાં 50થી વધુ ચોરીના બનાવ