બનાસકાંઠા :28 ઓક્ટોબરના રોજ સુઈગામ ખાતે આવેલ પ્રાંત કચેરી ખાતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ હતો. તમામ ઉમેદવારો પ્રાંત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. પેટા ચૂંટણીમાં 15 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા હતા. ફોર્મ ચકાસણીમાં આઠ ફોર્મ રદ થયા અને 19 ફોર્મ માન્ય રહ્યા છે. જેમાં કુલ 20 ઉમેદવારોએ 27 ફોર્મ રજૂ કર્યા હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસના ડમી ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. આવનાર 30 ઓક્ટોબરે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા થશે.
પેટા ચૂંટણીના ઉમેદવારો :વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતને ટિકિટ આપી છે. જ્યારે ભાજપમાં વિધાનસભાના પૂર્વ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. પટેલ સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલે અપક્ષમાં ફોર્મ ભરાતા જ ભાજપમાં ખળભળાટ મચી જવા પામી છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી (ETV Bharat Gujarat) અપક્ષ ઉમેદવાર માવજીભાઈ :ફોર્મ ભર્યા બાદ ભાજપના અગ્રણીઓ અને નેતાઓ દ્વારા માવજીભાઈ પટેલને ફોર્મ પરત ખેંચવા માટે છેલ્લા બે દિવસથી CM બંગલેથી મથામણ ચાલી રહી છે. પરંતુ માવજીભાઈ પટેલ લોકોના વિચારો લઈને હજુ ટસના મસ્ત થયા નથી. માવજીભાઈએ કહ્યું કે, ઉઠ તું એકલો નથી તું એકડો છે. તારી પાછળ હજારો મીંડા રાહ જોઈ રહ્યા છે. વાવથી વિધાન સભા સુધી પહોંચાડવા લોક ચાહના છે.
અપક્ષ ઉમેદવાર માવજીભાઈ (ETV Bharat Gujarat) સમાજમાં નારાજગી :બીજી વાત કરીએ તો સરહદી વિસ્તારમાં લોક મુખે ચાલતી વાતોમાં વાવ રાણાએ વારંવાર પાર્ટી જોડે ટિકિટની માગણી કરી, પરંતુ ટિકિટ ના આપતા ઇતર સમાજ અને જાગીરદાર સમાજ નારાજ જોવા મળી રહ્યા છે. રાજપૂત સમાજ પણ સાઈલેન્ટ જોવા મળી રહ્યો છે. ઠાકોર સમાજમાં પણ સ્વરૂપજી ઠાકોરને ગેનીબેન ઠાકોરનું પ્રભુત્વ હોવાથી ભાગલા પડી રહ્યા છે. તમામ સમીકરણો જોતા ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી વધી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. હવે દિવાળી મનાવવી કે રિસાયેલા મતદારો અને ઉમેદવારોને મનાવવા...
- વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલને મનાવવા ભાજપની મથામણ
- વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ? માવજીભાઈ પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી