ગુજરાત

gujarat

ETV Bharat / state

પતિએ અન્ય મહિલા સાથે આડા સંબંધો રાખી, પત્નીને ત્રણ તલાક આપી દિધા - TRIPLE TALAQ IN PALANPUR

બનાસકાંઠામાં પતિએ અન્ય મહિલા સાથે આડા સંબંધો રાખી પત્ની સાથે મારપીટ કરી ત્રણ કલાક આપી દેતા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

પતિએ અન્ય મહિલા સાથે આડા સંબંધો રાખી, પત્નીને ત્રણ કલાક આપી દિધા
પતિએ અન્ય મહિલા સાથે આડા સંબંધો રાખી, પત્નીને ત્રણ કલાક આપી દિધા (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 26, 2024, 11:19 AM IST

Updated : Dec 26, 2024, 12:51 PM IST

બનાસકાંઠા: ત્રિપલ તલાકનો કાયદો હોવા છતા દેશમાં આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના બનાસકાંઠામાં સામે આવી છે, જેમાં પતિએ અન્ય મહિલા સાથે આડા સંબંધો રાખી પત્નીને ત્રણ કલાક આપી દેતા પતિ અને એક મહિલા વિરુદ્ધ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો:મહિલાના લગ્ન ધાનેરા તાલુકાના પેગિયા ગામના અકતરશા રાઠોડ સાથે વર્ષ 2020 માં થયા હતા જે બાદ તેમણે સંતાનમાં બે દીકરીઓ પણ છે કે, પરંતુ પતિના આડા સંબંધોની આદતોના કારણે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. પતિના મારપીટ અને માનસિક ત્રાસના કારણે પત્નીએ પતિ વિરુદ્ધ અગાઉ થરાદ પોલીસ મથકે અરજી તેમજ ફરિયાદ પણ કરાઈ હતી, જે બાદ સામાજિક રીતે સમાધાન થઈ જતા ફરી પતિ પત્ની સાથે રહેવા લાગ્યા હતા.

પતિએ અન્ય મહિલા સાથે આડા સંબંધો રાખી, પત્નીને ત્રણ તલાક આપી દિધા (Etv Bharat Gujarat)

જોકે પાલનપુરના જામપુરા વિસ્તારમાં ભાડે મકાનથી રહેવા આવ્યા બાદ પણ પતિ દ્વારા લક્ષ્મીપુરામાં રહેતી મહિલા સાથે આડા સંબંધો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પત્નીનું કહેવું છે કે, તે મહિલાને ઘરે રાત્રે ત્રણ વાગ્યે પહોંચી હતી જોકે દરવાજો ન ખોલતા સવારે પાંચ વાગ્યા સુધી દીકરી સાથે દરવાજા પર જ બેઠી રહી હતી અને દરવાજો ખુલતા જ પતિ અને અન્ય મહિલાને એકજ રૂમમાં પકડ્યા હતા અને કેમ આડા સંબંધો રાખે છે તેમ કહેવા જતા ઉશ્કેરાઈને મારપીટ કરી ધમકી આપી હતી. આ સમયે પતિ દ્વારા પત્નીને ત્રણ તલાક આપીને છૂટાછેડા આપી દેતા પત્ની આખરે કંટાળી પતિ અને આડા સંબંધો રાખનાર મહિલા વિરુદ્ધ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પતિએ અન્ય મહિલા સાથે આડા સંબંધો રાખી, પત્નીને ત્રણ કલાક આપી દિધા (FIR Copy)
પતિએ અન્ય મહિલા સાથે આડા સંબંધો રાખી, પત્નીને ત્રણ કલાક આપી દિધા (FIR Copy)
પતિએ અન્ય મહિલા સાથે આડા સંબંધો રાખી, પત્નીને ત્રણ કલાક આપી દિધા (FIR Copy)
પતિએ અન્ય મહિલા સાથે આડા સંબંધો રાખી, પત્નીને ત્રણ કલાક આપી દિધા (FIR Copy)

પત્નીને અવારનવાર ત્રાસ આપી આડા સંબંધો રાખી ત્રણ કલાક ગેરકાયદેસર રીતે આપનાર પતિ અકતરશા રાઠોડ સામે તેમજ પતિ સાથે આડા સંબંધો રાખનાર પાલનપુરના લક્ષ્મીપુરામાં રહેતી મહિલાના વિરુદ્ધ પશ્ચિમ પોલીસે ગુનો નોંધીને બંનેને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. મહત્વનું એ છે કે પતિ વિરુદ્ધ અગાઉ મહિલાએ થરાદ પોલીસ મથકે અરજી અને તે બાદ પતિ સાસુ સસરા અને જેઠ સામે પણ ફરિયાદ નોંધાવી ચૂકી છે. જે કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે પરંતુ પોતાનો સુખી સંસાર જાળવવા સમાજના કહેવાથી પતી સાથે સમાધાન કરી પત્ની પતિ સાથે સુખી સંસાર શરૂ કર્યો હતો છતાં પતિના અન્ય મહિલાઓ સાથેના આડા સંબંધોની આદતો ન છૂટતા ફરી એકવાર પતિ વિરુદ્ધ તેમજ પતિ સાથે આડા સંબંધો રાખનાર મહિલા વિરુદ્ધ પત્નીએ ફરિયાદ નોંધાવીને ન્યાયની માંગ કરી છે.

આ પણ વાંચો:

  1. પાલનપુરમાં જમીન કબજા મામલે ધીંગાણું, પોલીસ સમયસર આવી જતા મામલો થાળે પડ્યો
Last Updated : Dec 26, 2024, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details