બનાસકાંઠા :BZ ગ્રુપ કંપની સામે ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અરવલ્લી, હિંમતનગર, સાબરકાંઠા, મહેસાણા સહિતની વિવિધ બ્રાન્ચ પર CID ક્રાઈમ દ્વારા રેડ કરીને ઓફિસમાંથી ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે. પાલનપુરના ગઠામણ પાટિયા વિસ્તારમાં આવેલી BZ કંપનીની બ્રાન્ચ છેલ્લા ત્રણ દિવસથી બંધ હાલતમાં છે અને સંચાલકો ફરાર થઈ ગયા છે.
BZ ગ્રુપ દ્વારા કરોડોનું કૌભાંડ :BZ ગ્રૂપ કંપની અને BZ ફાઇનાન્સ સર્વિસ સામે ગાંધીનગર CID ક્રાઈમની તપાસ શરૂ થયા બાદ બેંક એકાઉન્ટમાં કરોડોના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે. ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા ઓફિસમાંથી રોકડ રકમ સહિત ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે. જોકે, CID ક્રાઈમની તપાસ શરૂ થતા મુખ્ય સંચાલકો બ્રાન્ચ બંધ કરીને ફરાર થઈ ગયા છે.
પાલનપુરમાં BZ કંપનીની બ્રાન્ચ પર લાગ્યા તાળા (ETV Bharat Gujarat) 6,000 કરોડનું કૌભાંડ :BZ ગ્રૂપ કંપની દ્વારા રોકાણકારોને વિવિધ લાલચ આપવામાં આવતી અને ઊંચું વ્યાજ આપવાની લોભામણી જાહેરાત કર્યા બાદ તેમાં મોટા પાયે રોકાણ કરાવવામાં આવ્યું હોવાની માહિતી પણ CID ક્રાઈમની તપાસમાં સામે આવી છે. અંદાજીત 6,000 કરોડની પોન્ઝી સ્કીમના કૌભાંડી એવા ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ માટે CIDએ ચક્રો ગતિમાન કર્યા છે.
બનાસકાંઠામાં BZ ગ્રુપ બ્રાન્ચને તાળા :બીજી તરફ BZ ગ્રૂપના કનેક્શન બનાસકાંઠા સાથે પણ જોડાયા છે. પાલનપુરના ગઠામણ પાટિયા ખાતે BZ ગ્રૂપની બ્રાન્ચ છે, જે છેલ્લા ત્રણ દિવસથી બંધ છે. એટલે કે સંચાલકો બ્રાન્ચને તાળા મારીને ફરાર થઈ ગયા છે. અહીંયા આ ગ્રુપની ઓફિસ છે એટલે એનો મતલબ એ કે બનાસકાંઠાના રોકાણકારોએ પણ પોતાના પૈસા રોક્યા હશે. વધુ વ્યાજની લાલચ આપી અને રોકાણકારો પાસે પૈસા રોકાવી રુ. 6,000 કરોડનું કૌભાંડ આચર્યા બાદ મુખ્ય સૂત્રધાર ફરાર છે. પાલનપુરમાં પણ CID ક્રાઈમ તપાસ કરે તેવી શક્યતા છે.
- B.Z કેમ્પસમાં બે દિવસથી CID ક્રાઈમની તપાસ, CEO સામે લુક આઉટ નોટિસ જાહેર
- BZ ગ્રુપના કૌભાંડ મામલે કોંગ્રેસે ભાજપને ઘેરી: 'આમને રાજકીય રક્ષણ છે'- મનીષ દોશી