મુંબઈ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના ઘરે એક અજાણ્યા વ્યક્તિએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ચોરેને રોકવાના પ્રયાસમાં એક્ટર સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આ ઘટના મોડી રાત્રે 2 થી 3:30 દરમિયાન બની હતી. અભિનેતા સૈફ અલી ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક્ટરની સ્થિતિને જોતા તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી અને સર્જરી બાદ હાલમાં ડોક્ટર્સે તેના હેલ્થ પર અપડેટ આપી છે.
સૈફની તબિયત હવે કેવી છે?
સૈફ અલી ખાન સર્જરી બાદ ખતરાની બહાર છે. હાલમાં તે સ્વસ્થ થઈ રહ્યો છે અને ડોકટરો તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પરિવારના તમામ સભ્યો સુરક્ષિત છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "મુંબઈ પોલીસ આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહી છે."
સૈફ અલી ખાનની ટીમે કહ્યું, "અમે ડૉ. નીરજ ઉત્તમાણી, ડૉ. નીતિન ડાંગે, ડૉ. લીના જૈન અને લીલાવતી હૉસ્પિટલની ટીમનો આભાર માનવા માંગીએ છીએ. આ સમય દરમિયાન તેમના તમામ શુભેચ્છકોની પ્રાર્થના અને સમર્થન માટે આપ સૌનો આભાર."
" saif suffered a thoracic spinal cord injury, completely stable now": doctors
— ANI Digital (@ani_digital) January 16, 2025
read @ANI | Story https://t.co/UOjzqOtXlm#SaifAliKhan #Attack #LilavatiHospital #KareenaKapoorKhan pic.twitter.com/g0htoprNX0
છરી વડે 6 વખત હુમલો કરાયો
હુમલામાં ઘાયલ થયેલા અભિનેતા સૈફ અલી ખાનની સારવાર કરનાર ડૉક્ટરે જણાવ્યું હતું કે, તેના પર છરી વડે 6 વાર કરવામાં આવ્યા હતા. આમાંથી બે ઘા કરોડરજ્જુની નજીક ખૂબ ઊંડા છે. લીલાવતી હોસ્પિટલના સીઈઓ ડૉ. નીરજ ઉત્તમાનીએ જણાવ્યું હતું કે, "સૈફને સવારે 3:30 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગે, કોસ્મેટિક સર્જન ડૉ. લીના જૈન અને એનેસ્થેસિયોલોજિસ્ટ ડૉ. નિશા ગાંધીના નેતૃત્વમાં ડૉક્ટરોની એક ટીમે તેની સર્જરી કરી હતી."
બાંદ્રા સ્થિત ઘરમાં ચોરીનો પ્રયાસ
સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘર 'સતગુરુ શરણ'માં એક ચોંકાવનારી ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સૈફ અલી ખાનના ઘરમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘરમાં ઘોંઘાટને કારણે ઘરનો સ્ટાફ જાગી ગયો હતો એવામાં બેડરૂમમાં સૂતેલો સૈફ અલી ખાન ઘરના નોકરોની ચીસો સાંભળીને જાગી ગયો. તે બહાર આવ્યો. આ પછી, પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે ચોરી કરવા આવેલા અજાણ્યા વ્યક્તિ અને અભિનેતા સૈફ અલી ખાન વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ મારપીટ દરમિયાન અજાણ્યા ઇસમે તેની પાસેથી છરી કાઢીને સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો.
#WATCH | Mumbai | Woman (in blue kurta) working as household help in actor Saif Ali Khan's residence recorded her statement in Bandra Police station today pic.twitter.com/Mw0Ivm5db9
— ANI (@ANI) January 16, 2025
છરીથી હુમલામાં સૈફ ઘાયલ થયો અને તેના કર્મચારીઓ સારવાર માટે દોડવા લાગ્યા. આ ભીડનો લાભ લઈને ચોરી કરવા આવેલો ચોર ભાગી ગયો હતો. અભિનેતા સૈફ અલી ખાન મુંબઈના બાંદ્રા વિસ્તારમાં રહે છે. ગયા વર્ષે આ જ વિસ્તારમાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર શૂટિંગ થયું હતું. આ પછી સૈફ અલી ખાન પર ચાકુ વડે સીધો હુમલો કરવાની ઘટના સામે આવી છે.
IFTDAએ ચિંતા વ્યક્ત કરી
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશન (IFTDA)ના પ્રમુખ અશોક પંડિતે કહ્યું, "ફિલ્મ સ્ટાર સૈફ અલી ખાન પર તેના ઘરમાં થયેલો હુમલો ચિંતાનો વિષય છે. IFTDA આ હુમલાની નિંદા કરે છે. બિલ્ડિંગની સુરક્ષાને લઈને ચિંતા છે." જ્યાં સુધી એજન્સીઓનો સવાલ છે ત્યાં સુધી એક ઘુસણખોર 12મા માળે કેવી રીતે પહોંચ્યો તે તપાસનો વિષય છે, જેની તપાસ કરવામાં મુંબઈ પોલીસ ઘણી સક્ષમ છે...''
કરીના કપૂર અને બાળકો સુરક્ષિત
સૈફની ટીમે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, "સૈફ અલી ખાનના ઘરે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેની સર્જરી થઈ રહી છે. અમે મીડિયા અને ફેન્સને ધીરજ રાખવાની અપીલ કરીએ છીએ." સૂત્રના જણાવ્યા અનુસાર, સૈફ પોતાના પરિવારને બચાવવા માટે ચોર સામે લડ્યો. તેણે પરિવારને નુકસાનથી બચાવ્યો. અજાણ્યા વ્યક્તિ પાસે હથિયાર હતું. સૈફ પાસે કોઈ હથિયાર નહોતું. લૂંટ દરમિયાન ચોરે સૈફની પીઠમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. પોલીસ ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. સદભાગ્યે, સૈફની પત્ની અને અભિનેત્રી કરીના કપૂર ખાન, તેમના બાળકો તૈમુ અને જેહ સુરક્ષિત છે.
3 શંકાસ્પદોની અટકાયત
મુંબઈ પોલીસે ગુરુવારે ત્રણ લોકોની અટકાયત કરી હતી. ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. બાંદ્રા પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
કચ્છ ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનની 3 પેઢી કચ્છના સફેદ રણને માણી અભિભૂત થઈ...