કચ્છ: જિલ્લામાં વિશ્વ પ્રસિદ્ધ 'સફેદ રણ' પોતાની સફેદ ચમકથી વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. કચ્છના આઅ સફેદ રણની મુલાકાતે ભારતના દિગ્ગજ અભિનેતા અને મહાનાયક અમિતાભ બચ્ચનના પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન તેમના પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને દૌહિત્રી નવ્યા નંદા સાથે મુલાકાતે આવ્યા હતા. આમ, બચ્ચન પરિવારની ત્રણ પેઢી એક સાથે સફેદ રણનો નજારો માણ્યો હતો.
બચ્ચન પરિવારની ત્રણ પેઢી એ સફેદ રણનો નજારો માણ્યો: કચ્છના સફેદ રણના સૌંદર્યને નિહાળીને બચ્ચન પરિવાર અભિભૂત થયો હતો. અમિતાભ બચ્ચનની દૌહિત્રી નવ્યાએ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી હતી. બચ્ચન પરિવારે રણ, ધોળાવીરા અને રોડ ટુ હેવનની મુલાકાત લીધી હતી, તસવીરો પોસ્ટ કરી હતી અને રણોત્સવનો આનંદ લીધો હતો.
અમિતાભ બચ્ચનની દૌહિત્રી નવ્યાએ સોશિયલ મીડિયામાં તસવીરો પોસ્ટ કરી:
ઉલ્લેખનીય છે કે, કચ્છનો રણોત્સવ શરૂ થયો ત્યારે 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' જે જાહેરાત કરવામાં આવી હતી અને કચ્છના પ્રવાસન ક્ષેત્ર તેમજ કચ્છના સફેદ રણનો પ્રચાર પોતે મહાનાયક અમિતાભ બચ્ચને કર્યો હતો. આજે તે જ કચ્છના સફેદ રણના સૌંદર્યને નિહાળીને બચ્ચન પરિવારની 3 પેઢી અભિભૂત થઈ હતી. અમિતાભ બચ્ચનના પત્ની જયા બચ્ચન, તેમના પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને દૌહિત્રી નવ્યા નંદા એ કચ્છનો પ્રવાસ ખેડ્યો હતો. ઉપરાંત રણોત્સવમાં ઉજવાતા પતંગોત્સવનો પણ આનંદ માણ્યો હતો.
પૂનમની ચાંદનીમાં સફેદ રણનો નજારો: નાની જ્યાં બચ્ચન અને માતા શ્વેતા સાથે આવેલી નવ્યા નંદાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીરો શેર કરી હતી, જેમાં તે સૂર્યના કિરણો વચ્ચે રણમાં ઊભી છે અને સૂર્યોદય માણે છે. હાલમાં જ પૂનમની રાત્રી ગઈ એટલે કે ફુલ મૂન નાઈટનો નજારો રણમાં માણતા હોય તેવી તસવીરો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી હતી. જોકે બાદમાં તે તસવીર ડીલીટ કરી નાખવામાં આવી હતી. પૂનમની ચાંદનીમાં સફેદ રણનો નજારો માણીને બચ્ચન પરિવાર અભિભૂત થયો હતો.
શ્વેતા નંદાએ નવ્યાની પોસ્ટ પર કૉમેન્ટ કરી મજાક ઉડાવી: નવ્યા અને શ્વેતાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલી તસ્વીરો અને વીડિયોમાં જોતા તેમણે કચ્છના સફેદ રણ, રણોત્સવના ટેન્ટ સીટી, રોડ ટુ હેવન અને ધોળાવીરાની મુલાકાત લીધી હોવાનું જણાઈ આવે છે. સોશિયલ મીડિયામાં નવ્યા નંદાએ માત્ર પોતાની તસવીરો જ મૂકી હતી, જે અંગે તેની માતા શ્વેતાએ મજાક કરતાં પૂછ્યું હતું કે, 'શું તું એકલી જ કચ્છ ફરવા આવી છે?'
રોડ ટુ હેવન, ધોળાવીરાની પણ લીધી મુલાકાત: આ સિવાય બચ્ચન પરિવારે રણોત્સવમાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ માણ્યો હતો. ઉપરાંત શ્વેતા બચ્ચન નંદા અને નવ્યાએ રોડ ટુ હેવનની બંને તરફ ફેલાયેલા સફેદ રણ વચ્ચે પણ તસવીરો પડાવી હતી. સાથે 5000 વર્ષ જૂના હડપ્પન સંસ્કૃતિના નગર ધોળાવીરાની મુલાકાત સમયની તસવીરો પણ શ્વેતા અને નવ્યાએ શેર કરી હતી.
ઉપરાંત હવે આ ત્રણેય કચ્છના શ્રુજન સંસ્થાના લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર ક્રાફટ મ્યુઝિયમ (Srujan Institute Living and Learning Design Center Craft Museum)ની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ કચ્છની વિવિધ ભરતકામ શૈલીઓ વિશે જાણકારી મેળવશે.
આ પણ વાંચો: