ગુજરાત

gujarat

ETV Bharat / state

વ્યારાના પનિયારી ગામમાં સસ્તા અનાજની દુકાનમાં અપાય છે, જીવાતવાળા ચણા - Bad chickpeas from the grain store - BAD CHICKPEAS FROM THE GRAIN STORE

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પનિયારી ગામે સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવતા ચણામાં જીવાત નીકળી હતી. ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો દ્વારા સસ્તા અનાજની દુકાન પરથી જીવાતવાળું અનાજનું વિતરણ બંધ કરાવવામાં આવ્યું હતું.

વ્યારાના પનિયારી ગામમાં સસ્તા અનાજની દુકાનમાં અપાય છે, જીવાતવાળા ચણા
વ્યારાના પનિયારી ગામમાં સસ્તા અનાજની દુકાનમાં અપાય છે, જીવાતવાળા ચણા (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 21, 2024, 9:11 PM IST

વ્યારાના પનિયારી ગામમાં સસ્તા અનાજની દુકાનમાં અપાય છે, જીવાતવાળા ચણા (Etv Bharat gujarat)

તાપી: જિલ્લાના વ્યારા તાલુકાના પનિયારી ગામે સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવતા ચણામાં જીવાત નીકળી હતી. ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો દ્વારા સસ્તા અનાજની દુકાન પરથી જીવાતવાળું અનાજનું વિતરણ બંધ કરાવવામાં આવ્યું હતું.

બીપીએલ કાર્ડ ધારકોને સસ્તા અનાજનું વિતરણ: પુરવઠા વિભાગ દ્વારા બીપીએલ કાર્ડ ધારકોને સરકારની સૂચનાથી મફત અનાજ વિતરણ કરવામાં આવે છે. પરંતુ પુરવઠા વિભાગ અને સસ્તા અનાજની દુકાનના સંચાલકો તેના લાભાર્થીઓને જૂનું અથવા જીવાતવાળું અનાજ વિતરણ કરવામાં આવતી હોવાની બુમો સમયાંતરે ઉઠતી રહી છે.

ચણામાંથી જીવાત મળી આવી: આવો જ કિસ્સો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પનિયારી ગામે જોવા મળ્યો હતો. પનિયારી ગામ ખાતે સુગર મિલના કમ્પાઉન્ડમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાંથી લાભાર્થીઓને દર મહિને આપવામાં આવતા ચણામાં જીવાત જોવા મળી હતી. આ અંગેની જાણકારી ગામના ઉપસરપંચ તેમજ પંચાયત સભ્યોને થતા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે જીવાતવાળું અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું હતું.

પુરવઠા વિભાગ દ્વારા અનાજનું વિતરણ: જ્યારે આ અંગે મીડિયા દ્વારા સસ્તા અનાજની દુકાનના સંચાલકોને પૂછવામાં આવતા પુરવઠા વિભાગ દ્વારા જ આ અનાજ વિતરણ કરવામાં આવ્યું હોવાનું રટણ સસ્તા અનાજની દુકાનના સંચાલકે કર્યું હતું. આ સમગ્ર મામલે તાપી જિલ્લા પુરવઠા વિભાગ ઊંઘતું ઝડપાયું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ મામલે જવાબદાર પુરવઠા વિભાગના અધિકારી રજા પર હોય વ્યારા મામલતદારને ટેલિફોનિક પૂછતાં તેઓ આ બાબત હમણાં ધ્યાનમાં આવી અને તે મુદ્દે તપાસ કરાવું છું. તેમ જણાવ્યું હતું. આ મુદ્દે મીડિયા દ્વારા કેમેરા સામે બોલવા જણાવતા કંઈપણ કહેવાની ના પાડી હતી.

  1. આદિવાસી વિસ્તારમાં ભારત બંધને સંપૂર્ણ સમર્થન: વલસાડનું ધરમપુર સજજડ બંધ - BHARAT BANDH
  2. લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા કોંગ્રેસ દ્વારા યાત્રાનું આયોજન, લોકોના પ્રશ્નોનું કરશે નિરાકરણ - congress yatra

ABOUT THE AUTHOR

...view details