બનાસકાંઠા: બનાસકાઠાના ભાભરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાભરમાં જૈન સમાજના સાધ્વી સાથે નરાધમોએ છેડતીનો પ્રયાસ કર્યો હતો. તમામ સમાજને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે બપોરે જૈન સાધ્વી કામ અર્થે નિકળ્યા હતા. ત્યારે અચાનક બે શખ્સો આવી પહોંચ્યા અને છેડતી કરી હતી. જયારે સાધ્વીએ બૂમાબૂમ કરતા નરાધમો ભાગી છૂટ્યા હતા. જેને પગલે જૈન સમાજના અગ્રણીઓ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોલીસ મથકે રજૂઆત કરતા પોલીસ દ્વારા શંકાસ્પદોની પૂછપરછ હાથ ધરી છે. બનાવને પગલે સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ ઘટનાને વખોડી છે. આરોપીઓને તાત્કાલિક ધોરણે ઝડપીને કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. સાધ્વીએ બૂમાબૂમ કરતા નરાધમો ભાગી છૂટ્યા હતા.
બનાસકાંઠામાં જૈન સાધ્વીની છેડતીનો પ્રયાસ, પોલીસે તપાસના ચક્રો કર્યા ગતિમાન - Attempted molestation in bhabhar - ATTEMPTED MOLESTATION IN BHABHAR
બનાસકાંઠાના ભાભર શહેરમાં બપોરે કામ અર્થે બહાર નીકળેલા સાધ્વીની બે લોકોએ છેડતીનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સાધ્વીયે બુમાબૂમ કરતા છેડતી કરનાર અજાણ્યા શખ્સો ભાગી છૂટ્યા હતા. જ્યારે સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જાણો સમગ્ર ઘટના..., Attempted molestation of a Jain nun in Bhabhar
Published : Aug 20, 2024, 6:31 PM IST
છેડતી કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી: ઘટનાને પગલે સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફક્ત જૈન સમાજ નહીં પરંતુ અન્ય સમાજના લોકો પણ સખ્ત વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ભાભર પોલીસે મામલાની ગંભીરતા જોઈને છેડતી કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
આરોપીઓને તાત્કાલિક પકડવા માંગ: બનાસકાઠાંના કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરે આરોપીઓને તાત્કાલિક પકડવા માંગ કરી છે, તો બીજી તરફ તેમણે એ પણ કહ્યું કે હવે ધર્મ પણ સુરક્ષિત નથી. તેમણે કહ્યું કે હું જૈન સમાજ સાથે છું. આરોપીઓને પોલીસ જલ્દી પકડીને જેલમાં નાખે તેવી માંગ કરી છે. ઘટનાને મામલે ભાભર પોલીસ દિયોદર એએસપી બનાસકાંઠા એલસીબી શહિતની ટીમો તપાસ હાથ ધરી છે. અને શંકાસ્પદ શખ્સોની પૂછ પરછ હાથ ધરવામાં આવી છે.