ગુજરાત

gujarat

ETV Bharat / state

અદભૂત: ચારણ બાળાઓનો ત્રિશૂળ રાસ, જાણે સાક્ષાત માતાજીઓ ગરબે ઘૂમ્યા - Navratri 2024 - NAVRATRI 2024

નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે જામનગરમાં સોનલ માતા નવરાત્રિ સમિતિ દ્વારા બાળાઓ ત્રિશૂલ રાસ અને પુરુષ વિશ્વ પ્રખ્યાત મણિયારો રાસ ગરબીનું આયોજન કરાય છે.

ત્રિશૂળ રાસમાં ગરબે ઘૂમી બાળકીઓ
ત્રિશૂળ રાસમાં ગરબે ઘૂમી બાળકીઓ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2024, 3:50 PM IST

જામનગર: જામનગરમાં આઈ શ્રી સોનલ માતા નવરાત્રિ સમિતિ દ્વારા છેલ્લા 35 વર્ષથી માતાજીની ગરબીનું આયોજન કરવામાં આવે છે. સમાજ દ્વારા આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળાઓ દ્વારા ત્રિશૂળ રાસ અને પુરુષ દ્વારા વિશ્વ પ્રખ્યાત મણિયારો રાસ ખાસ રમવામાં આવે છે. જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

બાળાઓનો પૌરાણિક રાસ : સોનલ માતા નવરાત્રિ ઉત્સવના પ્રમુખ દેવીદાન ગઢવીએ જણાવ્યું હતું કે, 'અમારા સમાજના પ્રખ્યાત કલાકારો તેમની વાણી દ્વારા માતાજીની આરાધના કરી રહ્યા છે. જ્યારે આ રાસ પૌરાણિક ચારણ સમાજનો રાસ છે. ત્યારે બાળાઓ પૌરાણિક રાસ જ રમે છે. આજના આ યુગમાં પણ અમે આપણી સંસ્કૃતિ જાળવી રાખી છે. ત્યારે લોકો પણ અહિં આવેલા મા સોનલ માના મંદિરે પધારે અને આપણી સંસ્કૃતિના રાસને જાણે અને માણે. અમારો મણિયારો રાસ ખુબ જ પ્રખ્યાત છે.'

ત્રિશૂળ રાસમાં ગરબે ઘૂમી બાળકીઓ (Etv Bharat Gujarat)

મણીયારા રાસની વિશિષ્ટતા: રાણા ભાઈ ગઢવીએ વધુમાં જણાવ્યું કે, 'મણીયારા રાસની વિશિષ્ટતા એ છે કે એ વીર રસનો રાસ છે. મણિયારો રાસ જોતાં લોકો એકદમ ઉત્સાહમાં આવી જાઈ છે. આ રાસમાં તાલ, તબલા અને ગાયકો ગાતા હોય ત્યારે કોઈ પણ લોકોને જોમ ચડી જાય છે. યુવાનો આ મણીયારા રાસની ચાપકી મારી તેમજ અલગ-અલગ 8 થી 10 સ્ટેપમાં ઢોલના તાલેથી રમતા હોય છે. જે બહુ અઘરો હોય છે. તેમાં બેસીને ઉભું થવું, પાછુ ઉભું થવું તે રાસની ખાસિયત છે અને આવી વીર રસ કહેવામાં આવે છે.

આ પણ વાંચો:

  1. જામનગરમાં 45 મિનિટ આગના સાથીયામાં યુવકોએ બોલાવી ગરબાની રમઝટ...લોકો થયા મંત્રમુગ્ધ - Navratri 2024
  2. જુઓ હેરિટેજ સિટીના હેરિટેજ ગરબા, 150 વર્ષથી અડીખમ - HERITAGE GARBA AHMEDABAD

ABOUT THE AUTHOR

...view details