જૂનાગઢ: ચૂંટણી પંચ દ્વારા આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની સામાન્ય ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો હતો. પરંતુ ગુજરાતની ખાલી બેઠકો પૈકી વધુ એક વખત વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો નથી. જેને લઇને વિસાવદરના પૂર્વ ધારાસભ્યોએ ચૂંટણીની જાહેરાત થઈ હોત તો તે યોગ્ય હતું તેવો પ્રતિભાવ આપ્યો છે.
વિસાવદર બેઠકની પેટાચૂંટણી જાહેર ન થતા પૂર્વ ધારાસભ્યોએ ચૂંટણી થાય તેવો મત કર્યો પ્રગટ - VISAVADAR BY POLL BJP CONGRESS
ચૂંટણી પંચ દ્વારા આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની સામાન્ય ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેને લઇને વિસાવદરના પૂર્વ ધારાસભ્યોએ ચૂંટણીની જાહેરાત થઈ હોત તો તે યોગ્ય હતું તેવો પ્રતિભાવ આપ્યો છે. VISAVADAR BY POLL BJP CONGRESS
Published : Aug 16, 2024, 10:18 PM IST
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પર સસ્પેન્સ: ચૂંટણી પંચ દ્વારા કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં ગુજરાતની અને ખાસ કરીને જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેને લઇને અહીંથી ધારાસભ્ય રહી ચૂકેલા હર્ષદ રીબડીયા અને ભુપત ભાયાણીએ ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હોત તો તે યોગ્ય હોત તેવો પ્રતિભાવ તેમણે ETV ભારતને ટેલીફોનિક વાતચીતમાં આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, 13મી ડિસેમ્બર 2022ના દિવસે ભુપત ભાયાણીએ વિસાવદર ના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું ત્યારથી આ બેઠક ખાલી છે.
8 મહિના કરતાં વધુ સમયથી બેઠક ખાલી: 13 ડિસેમ્બર 2023 ના દિવસે ભુપત ભાયાણીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે આજે 8 મહિના અને 5 દિવસ જેટલો સમય થયો છે. તેમ છતાં અહીં વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. સામાન્ય રીતે ખાલી થયા બાદ 6 મહિના કરતાં વધુ સમય સુધી કોઈ પણ રાજ્ય વિધાનસભા લોકસભા કે અન્ય બેઠકો કે જેમાં કોઈ કાયદાકીય કેસ ચાલતો ન હોય તેવી તમામ બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવતી હોય છે. પરંતુ વિસાવદર વિધાનસભા બેઠક ખાલી થયા અને આજે 8 મહિના કરતાં વધુનો સમય થઈ ચૂક્યો છે. તેમ છતા હજુ સુધી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત ન થતા અહીંના બંને પૂર્વ ધારાસભ્યો હર્ષદ રીબડીયા અને ભુપત ભાયાણીએ ચૂંટણીની જાહેરાત થઈ હોત તો સારું હતું તેવો પ્રતિભાવ આપ્યો છે.