સુરત:દેશની મહત્વની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગી ગઈ હતી. ત્યારે હાલ લોકસભા ચૂંટણીના પરિણામો આવી જતાં આ આચાર સંહિતા પૂર્ણ જાહેર કરવામાં આવી છે. આચાર સંહિતા પૂર્ણ થતાં જ કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાંનસેરિયા પોતાના મત વિસ્તારમાં કામે લાગી ગયા હતા. કામરેજ પ્રાંત કચેરી ખાતે તાલુકા પ્રાંત અધિકારી વી.કે પીપલીયા, તાલુકા મામલતદાર રશ્મિન ઠાકોર, કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓ.કે જાડેજા સહિતના અધિકારીઓ તેમજ કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ બળવંત પટેલ સહિતના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. તાલુકાના વિવિધ પ્રશ્નોથી મંત્રી પ્રફુલ પાંનસેરિયાને વાકેફ કર્યા હતા.
આચારસંહિતા પૂર્ણ થતાં જ મંત્રી લાગ્યા કામે, કામરેજ પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સંકલન બેઠક યોજી - Prafulla Panseria - PRAFULLA PANSERIA
આચારસંહિતા પૂર્ણ થતાં જ મંત્રી પ્રફુલ પાનસેરિયા સંકલન બેઠક યોજી ગટર લાઇન,દબાણ, રોડના પ્રશ્નોને લઇને કામે લાગી જવા સૂચનો કર્યા.
Published : Jun 7, 2024, 9:32 PM IST
અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા: સ્થાનિક આગેવાનોના પ્રશ્નો સાંભળ્યા બાદ મંત્રી પ્રફુલ પાંનસેરિયા એ સંબધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ કામરેજ ગામે બાપા સીતારામ ચોક ખાતે દબાણની સમસ્યાને લઇને તેઓએ સ્થળ વિઝિટ કરી હતી. થોડા જ દિવસોમાં આ દબાણ દૂર થશે તેવી સ્થાનિકોને ખાતરી આપી હતી.
મંત્રી પ્રફુલ ભાઈએ જણાવ્યું હતું કે, કામરેજ પ્રાંત કચેરી ખાતે આ સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેઓને વિવિધ લોકોની રજૂઆતો ને લઇને વાકેફ કર્યા છે. ઝડપથી કામગીરી કરવા સૂચનાઓ આપી દેવાઈ છે. ચોમાસા દરમિયાન પાણીના ભરાવા ને લઇને પણ ચર્ચાઓ કરાઈ છે.